નવીદિલ્હી
પ્રધાનમંત્રી દ્વારા લાલ કિલ્લાની પ્રાચીર પર તિરંગો ફરકાવવામાં આવે છે ત્યારબાદ મિલિટ્રી બેન્ડ દ્વારા રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે. ત્યારે એક આર્ટિલરી રેજિમેન્ટ દ્વારા ઔપચારિક રીતે ૨૧ તોપની સલામી આપવામાં આવે છે. આમ તો તોપની સલામીની પરંપરા પશ્ચિમી દેશોની નેવી દ્વારા શરૂ કરાઈ હતી. ત્યાં બંદરોથી અવરજવર કરતા જહાજાેથી તોપ એક ખાસ પ્રકારે ચલાવવામાં આવતી હતી જેથી કરીને એવું વ્યકત કરી શકાય કે તેમનો લડાઈનો કોઈ ઈરાદો નથી. ત્યારબાદ આ પરંપરાને સન્માન આપવા સ્વરૂપે આગળ વધારવામાં આવી. જેમ કે ક્રાઉન, રોયલ્સ, સૈન્ય કમાન્ડરો અને રાજ્યોના પ્રમુખોના અધિકૃત સ્વાગત માટે તેનો ઉપયોગ થવા લાગ્યો. ભારતને આ પરંપરા બ્રિટિશ શાસકો તરફથી વારસામાં મળી છે. આઝાદી અગાઉ સર્વોચ્ચ સલામી ૧૦૧ તોપોની સલામી હતી. જેને શાહી સલામી તરીકે ગણવામાં આવતી હતી. તે ફક્ત ભારતના સમ્રાટ એટલે કે બ્રિટિશ ક્રાઉનને અપાતી હતી. ૧૦૧ ઉપરાંત ૩૧ અન ૨૧ તોપની સલામીનો ઉપયોગ થવા લાગ્યો. ભારતમાં ગણતંત્ર દિવસે, સ્વતંત્રતા દિવસે અને અન્ય અવસરોની સાથે સાથે રાષ્ટ્રપતિના શપથગ્રહણ સમારોહ સમયે પણ ૨૧ તોપની સલામી અપાય છે. અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધી આ પરંપરાને નિભાવવા માટે ભારતમાં બ્રિટિશ તોપનો ઉપયોગ થતો હતો. આજે જે સ્વદેશી તોપનો ઉપયોગ કરી સલામી અપાઈ તેને ડ્ઢઇર્ડ્ઢં એ વિક્સિત કરી છે. છ્છય્જી એક સ્વદેશી ૧૫૫મિમી ટ ૫૨ કેલિબર હોવિત્ઝર ગન (તોપ) છે. જેને ડ્ઢઇર્ડ્ઢં દ્વારા પોતાની પુણે સ્થિત નોડલ એજન્સી છઇડ્ઢઈ (આયુધ અનુસંધાન અને વિકાસ પ્રતિષ્ઠાન) સાથે મળીને વિક્સિત કરાઈ છે. ડ્ઢઇર્ડ્ઢં દ્વારા ડિઝાઈન અને વિક્સિત સંપૂર્ણ રીતે સ્વદેશી તોપ છ્છય્જી ૧૫૫ એમએમ કેલિબર ગન સિસ્ટમ છે. તેમાં ૪૮ કિલોમીટરની ફાયરિંગ રેન્જ સામેલ છે. ઉચ્ચ ગતિશિલતા, ત્વરિત તૈનાતી, સહાયક શક્તિ પદ્ધતિ, એડવાન્સ કમ્યુનિકેશન સિસ્ટમ, રાત સમયે ડાઈરેક્ટ ફાયર સિસ્ટમમાં ઓટોમેટિક કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમ જેવા એડવાન્સ્ડ ફીચર્સ છે. આ એક વિશ્વસ્તરીય પ્રણાલી છે જે ઝોન ૭માં બાઈમોડ્યૂલર ચાર્જ સિસ્ટમને ફાયર કરવામાં સક્ષમ છે. હોવિત્ઝર શબ્દ લાંબા અંતરની તોપોની શ્રેણી માટે ઉપયોગમાં લેવાય છે. સ્વતંત્રતા દિવસ સમારોહ પહેલા છ્છય્જીના કેટલાક અભ્યાસ ફાયરિંગ સેશન પણ આયોજિત કરાયા હતા. અધિકારીઓએ કહ્યું કે ૨૧ તોપી સલામીની પ્રતિકાત્મક ગતિવિધિમાં છ્છય્જીને સામેલ કરવી યાત્રાનું એક મહત્વપૂર્ણ પગલું છે અને સેનામાં તેને સામેલ કરવાની દિશામાં મહત્વપૂર્ણ છે. લાલ કિલ્લાની પ્રાચીર પરથી આજે પીએમ મોદીએ સતત ૯મીવાર તિરંગો ફરકાવ્યો. સ્વતંત્રતા દિવસના સમારોહ દરમિયાન પહેલીવાર દેશમાં વિક્સિત હોવિત્સર તોપ છ્છય્ નો ઉપયોગ કરવામાં આવ્યો. આઝાદીના ૭૫ વર્ષ બાદ પહેલીવાર એવું બન્યું કે જ્યારે લાલ કિલ્લા પર તિરંગાને ૨૧ તોપની સલામી આપવા માટે મેડ ઈન ઈન્ડિયા તોપનો ઉપયોગ કરાયો. ડ્ઢઇર્ડ્ઢં દ્વારા વિક્સિત એડવાન્સ ટોડ આર્ટિલરી ગન સિસ્ટમ (છ્છય્જી)નો ઉપયગો પરંપરાગત બ્રિટિશમૂળના ‘૨૫ પાઉન્ડર્સ’ આર્ટિલરી ગન સાથે કરવામાં આવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સ્વતંત્રતા દિવસ ભાષણ દરમિયાન કેન્દ્રની આર્ત્મનિભર ભારત પહેલ વિશે બોલતા આ તોપનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે “આજે આઝાદી બાદ ૭૫ વર્ષમાં પહેલીવાર, તિરંગાને અપાતી ૨૧ તોપની સલામીમાં મેડ ઈન ઈન્ડિયા આર્ટિલરી ગનનો ઉપયોગ કરાયો. તમામ ભારતીય આ ધ્વનિથી પ્રેરિત અને સશક્ત હશે. આજે દેશની સેનાના જવાનોનું હ્રદયથી અભિનંદન કરવા માંગુ છું. મારી આર્ત્મનિભરતાની વાતને સંગઠિત સ્વરૂપમાં, સાહસના સ્વરૂપમાં, સેનાના જવાનો અને સેનાનાયકોએ જે જવાબદારીથી ખભે ઉપાડી, તેમને આજે હું સલામ કરું છું.”


