પૂ.ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામી સહીત સંતો તિરંગા યાત્રામાં રાષ્ટ્રીય ધ્વજ લઈને જોડાયા
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫માં વર્ષની ઉજવણીના ભાગરૂપે બોટાદ જીલ્લાના રાણપુર પાસે આવેલ સુપ્રસિધ્ધ શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ ખાતે પ.પૂ.સ.ગુ.શા.શ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી લોયાધામમાં તારીખ ૧૪-૮-૨૦૨૨ ના રોજ લોયાધામ ગામમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મંદિરના પરિસરમાં સ્થિત નંદભુવનની અટારીએથી સંતો દ્વારા તિંરગા લહેરાવી દેશભક્તિ અદા કરી હતી. સહુ સંતો-ભક્તોએ રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું. મંદિરનો માહોલ રાષ્ટ્રધર્મમય બન્યો હતો. સહુ કોઈ દેશભક્તિના રંગે ભીંજાયા હતા. આ પ્રસંગે પૂજ્યપાદ શાસ્ત્રીજી સ્વામીએ આપણા બધા માટે રાષ્ટ્ર પ્રથમ એવો શુભ સંદેશ પાઠવ્યો હતો. પ્રવચન દરમ્યાન દેશને વફાદાર રહેવાની ફરજ પાડી હતી. અંતે શાસ્ત્રીજી સ્વામીએ તિરંગો લહેરાવી યાત્રાનો પ્રારંભ કર્યો હતો. આ યાત્રા સંપૂર્ણ ગામમાં ફરી પાછી મંદિરે પરત આવી હતી ગામ્યજનોએ ઉત્સાહભેર આ યાત્રામાં ભાગ લઈ રાષ્ટ્રધર્મ નીભાવ્યો હતો…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર


