Gujarat

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ૭૬માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાઈ        

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ૭૬ માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે ઇન્ડોર સ્પોર્ટસ સ્ટેડિયમ ખાતે કુલપતિશ્રી ડો. વી. પી. ચોવટીયાના હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો.

કુલપતિશ્રીએ તેમના વક્તવ્ય દ્વારા ઉપસ્થિત કૃષિ પરિવારના સભ્યોને રાષ્ટ્રીય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે કૃષિ વૈજ્ઞાનિકોને દેશના ખેડૂતોને વધુમાં વધુ મદદરૂપ થાય તેમની આવક બમણી કરવામાં મદદરૂપ થવા આહવાન કર્યું હતું.

આ પ્રસંગે સ્વતંત્રતાની ચળવળમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપનાર જૂનાગઢના સ્વાતંત્ર્ય સેનાની શ્રી લાભશંકરભાઈ ડી. દવેનું શાલ તથા સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યુ હતું. આ સાથે રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ/મેડલ પ્રાપ્ત કરેલ હોય તેવા અધિકારીશ્રીઓકર્મચારીશ્રી તથા વિદ્યાર્થીઑ વગેરેનું  સન્માન કરવામાં આવ્યું હતુ.

કાર્યક્રમાં અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન  શ્રી હાર્દિક પટેલે તથા આભારવિધિ ડો. આર. એમ. સોલંકીએ કરી હતી.

કાર્યક્રમમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અધિકારીશ્રીઓકર્મચારીશ્રીઓમહિલા મંડળની બહેનો તથા વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓ બહોળી સાંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીને સફળ બનાવવા માટે ડો. આર. એમ. સોલંકીપ્રો. ડી. વી. ભૂત,  ડો. વી. એચ. કાછડિયા તથા તેમની ટીમએ જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *