Gujarat

કેશોદના ૧૮૧ ના કાઉન્સેલર ડાયબેન માવદીયાનુ મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણી  દ્રારા એવોર્ડ એનાયત કરી સન્માન કરાયું  

ગુજરાત સરકાર દ્વારા કાર્યરત ૧૮૧ મહિલા હેલ્પલાઈન મહિલાઓ માટે હમેશાં તત્પર રહે છે. કેશોદ ૧૮૧ ના કાઉન્સેલર ડાયબેન માવદીયાએ અનેક મહિલાઓના પરીવારને તૂટતા બચાવ્યા ને અનેક પરિવારોને સુખદ સમાધાન કરાવી પ્રશંસનીય કામગીરીનુ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

તા ૧૫ ઓગસ્ટના ૭૬મી જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કેશોદ ખાતે  યોજાઈ હતી. સ્વાતંત્ર્ય પર્વની દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં GVK EMIR ના અધિકારીઓતથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કેશોદ ૧૮૧ ના કાઉન્સેલરની શ્રેષ્ઠ કામગીરી બદલ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા  હતાં. કેશોદ ૧૮૧ મહિલા હેલ્પલાઈનના કાઉન્સેલર ડાયબેન માવદીયાની પ્રશંસનીય કામગીરી ધ્યાનમાં લઈ આ કાર્યક્રમમાં વાહનવ્યવહાર મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીના  હસ્તે પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

કેશોદ ૧૮૧ મહિલા હેલ્પલાઈનના સ્ટાફે ડાયબેનની પ્રશંસનીય કામગીરી બદલ મળેલ સિધ્ધીને આવકારી બિરદાવી હતી.

15-august-sanman.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *