Gujarat

સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ડેમ ભાદર-૧માં પાણીની ભરપૂર આવક

જેતપુર તાલુકાના છાપરવાડી-૨ ડેમનો ૧ દરવાજો ૧ ફૂટ ખોલવામાં આવ્યો
સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સોૈથી મોટો ભાદર – ૧ ડેમ ઉપરવાસમાં ભારે વરસાદથી ભરપૂર માત્રામાં આવક નોંધાતા લોકોમાં હરખની હેલી ઉઠી છે. રાજકોટ ઉપરાંત જેતપુર, વીરપુર, સહિતનાં ગામોને પીવાનુ પાણી પુરુ પાડતો ભાદર ડેમમાં પાણીની આવક સતત ચાલુ છે.
ગોંડલ પાસેના લીલાખા પાસે આવેલા ભાદર ડેમમાં છેલ્લા ત્રણેક દિવસથી પાણીની નોંધપાત્ર આવક થઈ રહી છે  ઉપરવાસમાં પડેલા વરસાદથી આવકમાં વધારો થતા ૩૪ ફૂટની સપાટી ધરાવતો ડેમમાં હાલ ૧૮૨૭૮ ક્યુસેક  એમસીએફટી પાણીની આવક થઈ રહી છે જ્યારે હાલ ડેમ ૨૮ ફૂટની  સપાટીએ પહોંચ્યો છે
જેતપુર તાલુકાના છાપરવાડી-૨ ડેમ  હાલ નિર્ધારિત સપાટીએ ભરાઈ જતાં ૧ દરવાજો ૧ ફૂટ ખોલવામાં આવેલ છે. હાલ ડેમમાં ૧૪૫૦ કયુસેક પ્રવાહની આવક અને હાલ ડેમમાંથી ૧૪૫૦ કયુસેક પ્રવાહ છોડવામાં આવેલ છે.જળાશયની ભરપુર સપાટી ૯૮.૩૮ મી. જળાશયની હાલની જળસપાટી ૯૮.૩૮ મી. છે.
છાપરવાડી-૨ ડેમની આસપાસના હેઠવાસ ગામોમાં લુણાગરા, જાંબુડી, કેરાળી, મેવાસા,પ્રેમગઢ લુણાગરી,રબારીકા સહિતનાં ગામોના ગ્રામજનોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા તથા સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમની યાદીમાં જણાવાયું છે.

IMG-20220817-WA0281.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *