Gujarat

જેતપુરનાં પેઢલા પાસે ધોધમાર વરસાદમાં ફસાયેલા વિદ્યાર્થીઓને JCB તેમજ ફાયર વડે બચાવાયા

નદીના પાણી ફરી વળતા શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફસાયા હતા,
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મૂશળધાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે ક્યાંક દુકાનોમાં પાણી ઘૂસ્યાં હતાં તો ક્યાંક ખેતરો બેટમાં ફેરવાયાં હતાં. વરસાદને કારણે જેતપુર તાલુકાના પેઢલા ગામ પાસે આવેલી નદી પરના કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા હતા, જેને પગલે કેન્દ્રીય વિધાલયમાં ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ફસાઇ ગયા હતા.
મૂશળધાર વરસાદને કારણે પેઢલા ગામ પાસે આવેલી નદી પરનો કોઝવે પાણી પાણી થઇ ગયો હતો, જેને કારણે કેન્દ્રીય વિધાલયમાં શાળાએ ગયેલા ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો સ્કૂલમાં ફસાઈ ગયા હતા. કોઝવે પર પાણી ફરી વળતા પોતાના ઘરે જવા અસમર્થ હતા,જેથી નગરપાલિકાના ફાયર ફાઈટર તેમજ જેસીબીની મદદથી તમામ શાળાનાં બાળકોને સામેના કાંઠે પહોંચાડી રેસ્ક્યૂ કરાયું હતું. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કેન્દ્રીય વિદ્યાલય પાસે આવેલ કોઝ વે ને ઊંચો બનાવવાની માંગ કરવામાં આવેલ હોય આ કોઝવે મંજૂર થયો હોવા છતાં તંત્ર દ્વારા લાપરવાહી રાખી બનાવવામાં ના આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો

IMG_20220817_181916.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *