Gujarat

જુગાર રમતા જુગારીયાઓને ઝડપી પાડતી છોટાઉદેપુર એસ.ઓ.જી.પોલીસ

 ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જે.પી.મેવાડા, I/C પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી., છોટાઉદેપુરનાઓ તથા એસ.ઓ.જી. તથા પેરોલ ફર્લો સ્ટાફના પોલીસના માણસો ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રી પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી હકિકત મળેલ કે – ઝોઝ નજીક આવેલ ડોલરીયા ગામમાં રહેતા જેમાભાઈ ધીરીયાભાઈ રાઠવાના ઘર આગળ અડાળીની ખુલ્લી જગ્યામા કેટલાક માણસો પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમી રમાડે છે જે બાતમી આધારે હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા કેટલાક ઈસમો પાથરણુ પાથરી ગોળ કુંડાળુ કરી પત્તા પાનાનો જુગાર રમતા હોય જેમા (૧) મુકેશભાઈ વેચલાભાઈ રાઠવા ઉ.વ. ર૬ રહે.નવાગામ, હોળી ફળીયા, તા.જી.છોટાઉદેપુર (૨) નવીનભાઈ ગોવિંદભાઈ રાઠવા ઉ.વ.૨૩ રહે.ઘોઘાદેવ, સરપંચ ફળીયા, તા.જી.છોટાઉદેપુર (૩) વેસતાભાઈ ભીમલાભાઈ રાઠવા ઉ.વ.૩૫ રહે.ડોલરીયા, પનીયારા ફળીયા, તા.જી.છોટાઉદેપુર (૪) જેમાભાઈ ધીરયાભાઈ રાઠવા ઉ.વ.૩૭ રહે.ડોલરીયા, મોટા ફળીયા, તા.જી.છોટાઉદેપુર (૫) સુરપાનભાઈ ગુલીયાભાઈ ધાણુક ઉ.વ.૩૫ રહે.ખોરવાણીયા, હોળી ફળીયા, તા.જી.છોટાઉદેપુર નાઓની અંગ ઝડતી માંથી કુલ રોકડ રકમ રૂ.૨૧,૮૨૦/- તથા દાવ ઉપરના રૂ.૧૦,૩૦૦/- મળી કુલ રૂપિયા ૩૨,૧૨૦/-તથા મોબાઇલ નંગ-૪ કિ.રૂ.૧૧,૦૦૦/- તથા પાથરણાની કિ.રૂ.૦૦/- તથા પત્તા પાના નંગ- પર કિ.રૂ.૦૦/- ગણી કુલ રૂપિયા ૪૩,૧૨૦/-ના મુદ્દામાલ સાથે પત્તા પાના વડે હારજીતનો જુગાર રમી રમાડી રેડ દરમ્યાન પકડાઈ ગયેલ હોય તેઓ વિરુધ્ધ કાયદેસર ઝોઝ પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુ.ર.નં. ૪૯૫/૨૦૨૨ જુગાર ધારા કલમ ૧૨ મુજબ નો ગુન્હો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહિ કરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *