બોડેલી સેવાસદન થી અલી ખેરવા જોડતો રોડ ઉપર વરસાદને લઈને ભુવો પડતા રોડના નીચેના ભૂંગળા પણ તૂટી ગયા છે જેને લઈને વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે બે દિવસથી બોડેલીમાં વરસાદ ચાલુ છે જેને લઈને રોડ રસ્તા ધોવાયા હોય એવા અનેક બનાવો બન્યા છે ત્યારે બોડેલી સેવાસદન પાછળ થી પસાર થતો રોડ જે અલી ખેરવા ને જોડતો રોડ છે ત્યારે બોડેલી સેવાસદન પાછળ રોડ નીચે દબાવવામાં આવેલ પાઇપો તૂટી ગઈ છે અને મોટો ભુવો પડેલો જોવા મળી રહ્યો છે ત્યારે સેવાસદન કે ડભોઈ વડોદરા જતા વાહન ચાલકો ને બે કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે ત્યારે આ વિસ્તારના લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે વહેલી તકે આ રોડને બનાવવામાં આવે જેથી કરીને ગ્રામજનો ને બે કિમી ફરી ને જવુ ના પડે લાગતા વળગતા આ અંગે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે તે ખૂબ જરૂરી બોડેલી અલી ખેરવાથી બોડેલી સેવાસદન ને જોડતા મુખ્ય માર્ગ ઉપર ભુવો પડ્યો વાહન ચાલકોને હાલાકી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


