Gujarat

જૂનાગઢનાં બફેલ રેન્જના આસપાસનાં એક કીલોમીટરનાં વિસ્તારમાં પ્રવેશબંધી        

જૂનાગઢ તા.૧૮ પોલીસ તાલીમ મહાવિધાલય  બિલખા રોડ જૂનાગઢ ખાતે આવેલ બફેલ રેન્જમાં  તા.૨૪/૮/૨૦૨૨ થી તા.૨૩/૯/૨૦૨૨  માટે  ફાયરીંગ પ્રેક્ટીસ યોજાશે. આ દરમિયાન  પોલીસ તાલીમ મહાવિદ્યાલયનાં જૂનાગઢનાં બફેલ રેન્જ૨ ફાયરીંગ બટ ખાતે લોકો તથા વાહનોની અવર જવર ભયજનક જણાતી હોય, લોકની સુરક્ષા માટે  અધિક જીલ્લા મેજિસ્ટ્રેટશ્રી એલ.બી.બાંભણિયા એ  તેમને મળેલ સત્તાની રૂઇએ તા.૨૪/૮/૨૦૨૨ થી તા.૨૩/૯/૨૦૨૨  માટે  જૂનાગઢનાં બફેલ રેન્જ તથા તેની આસપાસનાં એક કીલોમિટરની રેંન્જ૪માં રાહદારીઓને તેમજ વાહનોને સવારે ૬-૩૦ થી સાંજનાં ૧૮-૩૦ કલાક સુધી પ્રવેશબંધી ફરમાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *