Gujarat

ભાવનગરના યુવકને મળવા બોલાવી તેને માર મારી લુંટી લીધો

ભાવનગર
ભાવનગરના તળાજાના ભડી ગામે રહેતાં પંકજને ઇન્સ્ટાગ્રામમાં આરતી (બંને પાત્રોના નામ બદલ્યા છે) સાથે ઇન્સ્ટાગ્રામમાં પ્રેમ પ્રાગર્યો હતો. પંકજ અને આરતી રાત દિવસ ચેટિંગ કરતાં હતા. આરતી મહુઆની હોવાનું પંકજને જણાવ્યું હતું. આ લગાતાર એક મહિનાના ચેટિંગ બાદ બંનેએ બોરડા ગામે રુબરુ મળવાનું ગોઠવ્યું હતું. પોતાના પહેલાં પ્રેમને મળવા પંકજ બસમાં ભડીથી બોરડા ગામે આવ્યો હતો અને આરતી બાઇક લઇને આવી હતી. બોરડા ગામ મળીને બંનેએ ગોપીનાથ જવાનું નક્કી કર્યું હતું. જેથી પંકજ આરતીના બાઇક પર બેસી ગયો હતો. પ્રેમિકા સાથેની પહેલી જ મુલાકાતમાં બાઇકની પાછળની સીટમાં બેસવાનો આનંગ પકંજ હરખે હરખે લઇ રહ્યો હતો. ત્યારે ગોપીનાથ પહોંચવાની થોડી જ વાર હતી અને બીજા બે બાઇક પર ત્રણ યુવતી અને બે યુવક આવ્યા હતા. આ લોકો આવતા જ આરતી તેમની સાથે મળી ગઇ હતી અને આ છએય લોકો પંકજ પર મારક હથિયારો લઇને તૂટી પડ્યા હતા. પંકજને ઢોરમાર માર્યા બાદ આ શખ્સોએ પાકિટ અને મોબાઇલ લઇ ફરાર થઇ ગયા હતા. જ્યારે રાહદારીઓએ પંકજને સારવાર અર્થે ખસેડ્યો હતો. જ્યાં પંકજને પગમાં ફ્રેક્ચર હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું.ભાવનગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવક સાથે યુવતીએ ઇન્સ્ટાગ્રામમાં ચેંટિંગ કર્યા બાદ ડેટિંગ પર બોલાવીને અન્ય શખ્સો સાથે મળીને મારામારી કરી હતી. જેમાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડાયો હતો.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *