Gujarat

સોમનાથ મહાદેવ ના સાનિધ્ય માં સોમનાથ ટ્રસ્ટ ના સહયોગ થી દિપક કક્કડ દ્વારા  સંગીત કલા નો ત્રિવેણી  સંગમ યોજાયો  જેમા રાજુભાઇ ભટ્ટ નીરૂ બેન દવે અવધ ભટ્ટ અને  કિર્તી બેન અખીયા ઍન્ડ ગ્રુપ રાજ્દીપ બારોટ દિવ્યા ચૌહાણ અને હિરલ બારોટ ના સુર સાથે   સાંસ્કૃતિક કાર્યક્રમો નુ આયોજન કર્યું  

સોની યોગેશ પી સતીકુંવર વેરાવળ
સોમનાથમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવ ના સાનિધ્ય મા  ગુજરાત ના અનેક કલાકારો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત પ્રખ્યાત કલાકાર  શ્રી રાજુભાઇ ભટ્ટ નિરુબેન દવે અવધ ભટ્ટ અને  રાજ્દીપ બારોટ દિવ્યા ચૌહાણ અને ઉત્તર ગુજરાતના  હિરલ બારોટ અને  ગીર સોમનાથ જિલ્લા નુ ગૌરવ કિર્તી બેન અખીયા ગ્રુપ  મોહિની બેન પંકજ ત્રીવેદી  દ્વારા શિવ ભજનો રજૂ કરવામાં આવ્યા જેમાં રાજુભાઇ ભટ્ટ દ્વારા પોતાની મધુર વાણી માં સ્વ હેમુભાઈ ગઢવી ને યાદ કર્યા અને કન્સુંબિ નો રંગ જેવા ગીતો તેમજ શીવ મહિમા રજૂ કરી હતી શ્રી નિરુબેન દવે કદી ના ભૂલાય તેવા કોકિલ કંઠી સ્વ લતાજી ના સહિદ ગીત ઍ મેરે વતન કે લોગો જરા આંખ મે ભરલો પાની થી ખુબ જ સરસ રીતે રજુ કરી મનોરંજન કલા ના ઓજસ પાથરીને રજૂ કર્યા હતા કાર્યક્રમ અંતર્ગત દિપ પ્રાગટય  સોમનાથ ટ્રસ્ટ ના એસ્ટેટ ઓફિસર સુરેન્દ્રસિહ જાડેજા મીલન ભાઈ જોષી કિશોર ભાઈ લાઠોદ્ર્રા  બંસીધર સ્ટુડિયો ઉના  જિતુપુરી ગૌસ્વામી બાપુ સહિત અનેક અગ્રણીઓ ની ઉપસ્થિતિ મા યોજાયેલ હોવાનું પત્રકાર સોની યોગેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું

IMG-20220822-WA0198.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *