૨૦ ઓગસ્ટ ૧૯૬૫ મા જન્માષ્ટમી ના મેળા માં રાસ ના રેકોર્ડ સમયે ચીર વિદાય લેનાર ગુજરાત ના નાના એવા ખોબા જેવડા ઢાંકણીયા ગામે વર્ષ ૧૯૨૯ માં ખેડુત પરિવાર મા જન્મેલા હેમું ગઢવી એ રેડિયો ના માધ્યમ થી થકી આજે સાડા પાંચ દાયકા પછી પણ જીવંત
ગુજરાતી રંગભૂમિના સ્વર ની દુનિયાના રેડિયો ના માધ્યમ થી લોકો ને ઘેલું લગાડનાર સ્વ હેમુભાઈ ગઢવી કે જે ગુજરાત ના સાયલા તાલુકા ના ખોબા જેવડા ઢાંકણીયા ગામે ૧૯૨૯ મા જે ખેડૂત પરિવાર માં જન્મેલા અને બાળવય થી જ રંગમંચ સાથે જોડાઈ ને કારકિર્દી ની શરૂવાત કરનાર હેમુભાઈ ગઢવી ના દેહાવસાન ને ભલે સાડા પાંચ દાયકા જેટલો સમય વિત્યો હોય પરંતુ હજુ પણ એ પણ એ ઘઘુર અને કર્ણ પ્રિય સ્વર લોક માનસ માં ગુંજી રહ્યા છે રંગભૂમિ માં વિવિધ નાટકો માં ભાગ લેતા તેમણે અભિનય સાથે પોતાના સ્વર થી તે વખત ના પ્રેક્ષકો મનમોહી લીધા હતા આજે ૨૧ મી સદી ના યુગે મલ્ટીપ્લેકક્ષ અને વિવધ મનોરંજન સાધનો ની વિવિધ ભરમાર
છવાઈ જવા પામી છે પરંતુ તે વખતે રેડિયો ના એક સ્ટેટ સીમ્બોલ સાથે મનોરંજન નુ એક માત્ર યાંત્રિક ઉપકરણ હતું પોતાની સાવ ટુંકી કારકિર્દી દરમિયાન રંગમંચ ના કલાકાર લોક ગાયક હેમુભાઈ ગઢવી એ અનેક નાટકો ના સર્જન કર્યા હતા આકાશવાણી મા તેમણે દસ વર્ષ ના સમય ગાળા માં જ પોતાની મેઘાવી શક્તિ થકી અનેકવિધ કાર્યક્રમ પ્રસ્તુત કર્યા હતા અને પાશ્ચ ગાયક તરીકે ગુજરાતી ફિલ્મ અંતર્ગત કસુંબિ નો રંગ ફિલ્મ માં હેમુભાઈ ને ગૌ રવ પુરસ્કાર અવોર્ડ મળેલ અને ઝવેરચંદ મેઘાણી ના લોકગીતો ના સ્વર બન્યા હતા અને ૨૦ મી ઓગષ્ટ૧૯૬૫ ના દિવસે જન્માષ્ટમી ના પાવન દિવસે મેળા માં રાસ નુ રેકોર્ડિંગ સમયે હેમુભાઈ ઓચિતા ઢળી પડ્યા હતા અને તેમનુ અવસાન થયુ ગુજરાત ના લૌક સંગીત ને વિશ્વ ફલક પર ઉજાગર કરનાર તારલો હેમુભાઈ ગઢવી યુવા વયે જ ખરી પડતા લાખો ચાહકો શોક માં ગરકાવ થયા એક અનોખા આવાઝ ના માલિક હેમુભાઈ ગઢવી આજે સાડા પાંચ દાયકા પછી પણ જીવંત છે હોવાની વિગતો સોની યોગેશ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


