Gujarat

કઠલાલમાં પીર સૈયદ જૈનુલ આબેદીન ના ૨૦ માં ઉર્સ ની ઉજવણી કરાઇ.

રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
 બોક્સ
“કરદો કરદો બેડા પાર મેરે જૈન પિયા સરકાર” ના નાદ સાથે ભવ્ય ઝુલુસ નીકળ્યું.
————————–
                                                           કઠલાલ શહેર તેમજ પીઠાઇ, રૂદણ ,વડથલ,મહુધા ,કપડવંજ સહિત આસપાસ ગામના મુસ્લિમ બિરાદરો દ્વારા પીર સૈયદ જૈનુલ આબેદીન ના ૨૦ માં ઉર્સ ની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી.
ઉર્સ ના આગલા દિવસે બપોરે ૩ વાગે પીર જૈનુલ આબેદીન ના નિવાસસ્થાન ઈન્દીરાનગર  થી સંદલ શરીફ ઝુલુસ સ્વરૂપે  નીકળ્યું હતું.જે ચૌહાણવાડ, કાઝીવાડ, કુરેશીનગર,કડીયાવાડ વ્હોરવાડ,કઠલાલ બજારમાં ત્યાંથી સડક માર્ગે રહી કઠલાલ ચોકડી ,કાઝી સોસાયટી રહી ને મજાર શરીફ પર પહોંચ્યું હતું.
રસ્તાઓ માં ઠેરઠેર ઝુલુસ નું સ્વાગત કરવામાં આવ્યું તેમજ સરબત ઠંડપીણાં નું વિતરણ કરાયું.હતું.મજાર પર ઝુલુસ પહોંચ્યા બાદ ત્યાં  નિયાઝ નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો.પીરના મુરીદો અને અકિતમંદો દ્વારા મજાર પર ચાદર અને ફૂલો ચઢાવી દુઆ કરવામાં આવી.
જ્યારે રાત્રે સંદલ શરીફ અને તકરીર નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો ત્યાર બાદ સવારે કુર્આનખ્વાની અને ફાતેહા અને દુઆઓ કરવામાં આવી હતી.
ઉર્સ માં રમકડાં,કટલરી ,નાસ્તા ની દુકાનો અને સાથે બાળકો ના મનોરંજન માટે જમ્પિંગ,નાની ચકડોળ અને ચકડરી જેવા વિવિધ સાધનોએ આકર્ષણ જમાવ્યું હતું.ઉર્સમાં દરેક સમાજના લોકો નીઉપસ્થિત રહેતા કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતા.

IMG-20220825-WA0078.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *