Gujarat

મહુધા ખાતે ટી.બી નાં દર્દીઓ માટેનો ન્યુટ્રિશન કીટનું વિતરણ કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર.નિસાર શેખ,મહુધા

મહુધા કેળવણી મંડળ સંચાલિત એમ.ડી.શાહ કોમર્સ એન્ડ બી.ડી.પટેલ આર્ટસ કોલેજ મહુધા ખાતે મહુધા તાલુકાના ટી.બી નાં દર્દીઓ માટેનો ન્યુટ્રિશન કીટનું વિતરણ કાર્યક્રમ યોજાયો
આ પ્રસંગે જિલ્લા ટી.બી ઓફિસર  ડો.દિનેશભાઈ બારોટ,તાલુકા હેલ્થ ઓફિસર મહુધા ડો.ધ્રુમિલ પરીખ, તાલુકા સુપરવાઇઝર એમ.એન.કાજી ટી.બી સુપરવાઇઝર કમલેશભાઈ જી.વાળા,કોલેજના આચાર્ય  ડોક્ટર કમલેશભાઈ એસ.દવે,મહુધા કેળવણી  મંડળનાં કેમ્પસ ડાયરેક્ટર ,મહેશભાઈ.જી.પટેલ, અધ્યાપકો,વિદ્યાર્થીઓ અને ટી.બી અસરગ્રસ્ત ૩૦ દર્દીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
ટી.બી રોગ વિશેની વિગતે માહિતી ડો.દિનેશભાઈ બારોટે આપી હતી.
 કેમ્પસ ડાયરેક્ટર મહેશભાઈ.જી.પટેલ દ્વારા ટી.બી થવાનાં કારણોમાં સમજ આપી એ બાબતે વિદ્યાર્થીઓ જાગૃતતા કેળવવા ઉપર ભાર મૂક્યો હતો ઉપસ્થિત ટી.બી રોગનાં તમામ અસરગ્રસ્તો ને વિનામૂલ્ય આરોગ્ય કીટનું વિતરણ કરવામાં આવ્યું .

IMG-20220826-WA0085.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *