Gujarat

પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત માસિક શિવરાત્રી નિમિત્તે રાત્રીના જ્યોત પૂજન, મહાપુજા અને મહાઆરતી કરી ભક્તો  ધન્ય બન્યા.

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર  ખાતે

        પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યે  માસિક  શિવરાત્રી નિમિતે  શ્રી સોમનાથ મંદિરે  રાત્રિના જ્યોત પૂજન શ્રી સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી શ્રી યોગન્દ્રભાઈ દેસાઇ, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, કથાકાર શ્રી ડો.મહાદેવ પ્રસાદ, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પિયુષભાઇ ફોફંડી દ્વારા કરવામાં આવેલ હતુ, આ પૂજનમાં ટ્રસ્ટના અધિકારી/કર્મચારીઓ, તીર્થ પુરોહિતો, દર્શનાર્થીઓ જોડાયા હતા. રાત્રે મહાપુજન અને મધ્યરાત્રીના 12-00 કલાકે મહાઆરતી કરવામાં આવેલ હતી. મહાશિવરાત્રિ પર્વે શિવ કૃપા પ્રાપ્ત કરી ભક્તો ધન્ય બન્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *