ઊના – સલામતી સવારી એસ ટી બસ રાજકોટ થી ઉના રૂટની બસ મધ્ય ગીર જંગલમાં અચાનક બંધ પડી જતાં એસ ટી બસમાં બેઠેલા ૫૦ થી વધુ મુસાફરો અધ્ધ વચ્ચે કલાકો સુધી રઝડી પડ્યા હતા. ગીરમાં વન્યપ્રાણીઓના ભય હેઠળ મહીલાઓ બાળકો, વૃધ્ધો વિદ્યાર્થી મુસાફરો કલાકો સુધી અન્ય બસની રાહ જોવા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
રાજકોટ ઊના બપોરે 12/30 એ ઉપડતી એસ ટી બસ જંગલ વિસ્તારમાં આવેલા ટીંબરવા નેશ પાસે બંધ પડી જવાનાં કારણે ૫૦ થી વધુ ઊના આવતાં મુસાફરી કરતાં મહિલાઓ બાળકો અને વિદ્યાર્થીઓ રઝડી પડ્યા હતા. હાલમાં એક કલાકથી વધુ સમય વિતાવવા છતાં કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ નથી. મધ્ય જંગલમાં બસનાં મુસાફરી કરતાં લોકો પાણી તેમજ અન્ય વ્યવસ્થા વગર ભય હેઠળ પડ્યા છે. ગોંડલ ડેપોની બસ નિયમિત રૂટ ઉપર ચાલે છે. કચ્છ જિલ્લામાં પી એમ નો કાર્યક્રમ હોવાથી સારી અને નવી બસો ફાળવી દેવાયેલ હોય અને લાંબા રૂટ ઉપર જર્જરિત અને ખખડજનક બસો મુકવામાં આવતાં મુસાફરી કરતાં મહિલાઓ બાળકો અને વૃદ્ધો રઝળપાટ થઈ રહી છે.
અને એસ ટી બસમાં મુસાફરી કરતા લોકો પુરાં પૈસા ટીકીટનાં ચુકવીને સમયસર પોતાનાં રહેણાંક વિસ્તારમાં પહોંચવા મોંઘા ભાવની ટીકીટ બુકિંગ કરાવી મુસાફરી કરતાં હોય છે. પરંતુ અધવચ્ચે બસ બંધ પડી ગયાં પછી એસ ટી બસ સ્ટેશનનાં અધિકારીઓ મુસાફરો રઝળતા હોય તેમ છતાંય કોઇ અન્ય બસ કે મેકેનિકલની વ્યવસ્થા નહિં કરવાનાં કારણે કન્ડક્ટર અને ડ્રાઈવરને મુસાફરોનું સાંભળવું પડતું હોય છે. આ જંગલ બોર્ડર વિસ્તારમાં ચાલતી બસ રાત્રીના સમયે ઉના પહોંચતી હોય પરંતુ બસ બંધ થવાનાં અભાવે અન્ય કોઈ પ્રાઈવેટ વાહનની વ્યવસ્થા ન હોવાનાં અભાવે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અને જંગલ બોર્ડર પર હિંસક વન્ય પ્રાણીઓનાં અવર-જવર કરતાં હોવાથી નાનાં મોટાં બાળકોની સલામતી પણ જોખમમાં મુકાતા ડેપો અધિકારીઓ સામે રોષ ફેલાયો છે.


