વલસાડ
વલસાડ જિલ્લા એસઓજીની ટીમે પૂર્વ બાતમી આધઆરે કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતે આમ્રવન ગાર્ડન પાસે ૩ ઇસમને રોકી ઝડતી લેવાતા તેમની પાસેથી રૂ.૫.૪૭ લાખની બજાર કિંમતની રૂ.૫૦૦ના દરની તદ્દન બોગસ ૧૦૯૧ નોટ મળી આવી હતી.જેની તપાસ કરાતાં આ ચલણી નોટ કલર ઝેરોક્ષ પ્રિન્ટની હોવાનું એસઓજીને માલૂમ પડતાં ત્રણેને દબોચી લેવામાં આવ્યા હતા. રેન્જઆઇજી ડો.એસ.પી.પાડિંયન અને એસપી ડો.રાજદિપસિંહ ઝાલા,મદદનીશ પોલીસ અધિક્ષક શ્રીપાલ શેષમા દ્વારા અર્થ તંત્રને નુક્સાન કરતા બોગસ નોટને ગુસાડનારાઓને પરકડવા એસઓજીની ટીમને સતર્ક કરાઇ હતી. આ દિશામાં પેટ્રોલિંગ કાર્યવાહી દરમિયાન એસઓજી ઇન્જ.પીઆઇ સી.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એલ.જી.રાઠોડ અને વાપી સ્ક્વોડના સ્ટાફ બીપીન જેરામ સાથે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે નાનાપોંઢા ધરમપુર વાપી રોડ પર વોચ ગોઠવાઇ હતી. જેમાં ૩ ઇસમને જાેતાં પકડીને પૂછપરછ કરી ઝડતી લેવાતાં તેમની પાસેથી કુલ રૂ.૫.૪૭ લાખની બજાર કિંમત ધરાવતી રૂ.૫૦૦ના દરની કુલ ૧૦૯૪ ચલણી નોટ મળી આવી હતી જેની તપાસ કરાતા આ નોટ બોગસ માલુમ પડતાં ત્રણેની ધરપકડ કરાઇ હતી. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં બોગસ ચલણી નોટો ઝેરોક્ષ કલર પ્રિન્ટની કાઢીને લોકો સાથે છેરપિંડી કરવા કાવતરૂ ઘડી કાઢવામાં આવ્યું હતું. આ બોગસ નોટ કપરાડા તાલુકાના આદિવાસી પંથકમાં ફેરવવા નાસિકના સારસ્તા ગામના બાળુ ઉર્ફ બાલા ચૌધરીએ આરોપીઓને આપી હતી. આ અગાઉ પણ કપરાડા તાલુકામાંથી કલર ઝેરોક્ષ પ્રિન્ટની બનાવટી નોટનું રેકેટ જિલ્લા પોલીસે ઝડપી પાડ્યું હતું. આરોપીઓ નાનાપોંઢા વિસ્તારમાં બજારમાં ભોળી આદિવાસી પ્રજા અને નાના ધંધાવાળાઓને યેનકેન પ્રકારે આ બોગસ નોટો પધરાવવાના ફિરાકમાં હતા.આ કામ માટે મુખ્ય સૂત્રધાર ગણાતા નાસિકના બાળુ ઉર્ફ બાલા ચૌધરી રૂ.૨૫ હજાર કમિશન મળવાનું હતું.જે પકડાયેલા આરોપીઓ સરખા ભાગે વહેંચી લેવાના હતા.નાસિકના આ આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે.- ડો.રાજદિપસિંહ ઝાલા,એસપી.વલસાડ


