Maharashtra

આમિર-અક્ષયની હાલત જાેઈને અજય દેવગણની ચિંતા વધી

મુંબઈ
બોક્સઓફિસના મહારથી ગણાતા અક્ષય કુમાર અને આમિર ખાનની બે ફિલ્મો એક સાથે ઊંધા માથે પછડાઈ છે. લાલસિંહ ચઢ્ઢા અને રક્ષાબંધનને મળેલા રિસ્પોન્સે દરેક એક્ટર-ફિલ્મમેકરની ચિંતા વધારી છે. તેમાંથી અજય દેવગણ પણ નથી. ઈન્દ્રકુમારના ડાયરેક્શનમાં અજય દેવગણની ફિલ્મમ થેન્ક ગોડ બની રહી છે. અજય સહિત આખી ટીમે ફિલ્મની સ્ક્રિપ્ટમાં ફેરફારનો વિચાર કર્યો છે. થેન્ક ગોડમાં અજય દેવગણની સાથે લીડ રોલમાં રકુલપ્રીત સિંહ અને સિદ્ધાર્થ મલહોત્રા છે. ફિલ્મનું પ્રોડક્શન પૂરજાેશમાં ચાલી રહ્યું છે ત્યારે બોલિવૂડની ફિલ્મો તરફ ઓડિયન્સને આકર્ષિત કરવાના પ્રયાસ પણ સઘન બન્યા છે. જેના ભાગરૂપે ફિલ્મના મેકર્સનું માનવું છે કે, ઓડિયન્સને થીયેટર સુધી લાવવા માટે સ્ક્રિપ્ટમાં કેટલાક ફેરફાર જરૂરી છે. જેથી ફિલ્મને વધારે રમૂજી બનાવવા માટે કેટલાક કોમિક સીન્સ ઉમેરવામાં આવશે. મનોરંજનનું શ્રેષ્ઠ માધ્યમ હાસ્ય છે અને તેથી આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનું ટીમ વિચારી રહી છે. આ ફિલ્મમાં નોરા ફતેહીનું આઈટમ સોન્ગ છે. ૨૪મી ઓક્ટોબરે ફિલ્મને રીલિઝ કરવાનો પ્લાન છે. તેથી સ્ક્રિપ્ટમાં ફેરફારના કારણે રીલિઝ પોસ્ટપોન થાય તેવા પ્રયાસ પણ થઈ રહ્યા છે.

File-01-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *