Gujarat

હારિજના દુધેશ્વર મહાદેવજીના મેળામાં સ્વયંસેવક પર હુમલો

હરીજ
હારીજના અડીયા ગામે બે દિવસીય દુધેશ્વર મહાદેવજીનો મેળો ચાલી રહ્યો હતો.ત્યારે મેળાના બીજા દીવસે મેળામાં રાત દિવસ મહેનત કરી ૧૫૦ સ્વયંસેવકોની ટીમ સાથે સતત મેળામાં કાર્યરત રહતા અડીયા ગામના યુવાન હાર્દિકભાઈ પટેલ પર મેળામાં કોઈ અજાણ્યા ઇશામોએ ઓચિંતો હુમલો કર્યો હતો.જેમાં હાર્દિક પટેલને માથાના અને સાથળના ભાગે છરીના ઘા માર્યા હતા. મેળામાં લોકો ભેગા થઈ જતા ઘાયલ યુવાનને મોતના મુખમાંથી બચાવાયો હતો. અને શખ્સો હુમલો કરી ભાગી ગયા હતા. હાર્દિક પટેલને તાત્કાલિક પાટણ જનતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ છે.હારિજ પી.એસ.આઈ આર.કે.પટેલના જણાવ્યા મુજબ કોઈ અજાણ્યા શખ્સ હાર્દિક પટેલને ઇજાઓ પહોંચાડી ગયા છે.યુવાન પાટણ દવાખાને છે જયાં ફરિયાદ લેવા જવાની તજવીજ હાથ ધરી છે.હારિજ તાલુકાના અડીયા ગામે શ્રાવણ અમાસના અને ભાદરવા એકમ બે દિવસના ધાર્મિક મેળાના બીજા દિવસે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા અડીયા ગામના સ્વયંસેવક યુવાન પર છરી વડે હુમલો કરતા સાથળના અને માથાના ભાગે ઇજાઓ પહોંચાડી છે.જેને લઈ મેળામાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.યુવાનને પાટણ જનતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે.

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *