Gujarat

જેતપુરમાં વરસાદ પડતા જ   રોડ રસ્તાનું ઓરીજનલ ચિત્ર સામેઆવ્યું  અમરનગર મેઈન રોડના ખાડાઓ કોઈ નિર્દોષનો ભોગ લેશે..?

ચાર છાંટા વરસાદના પડ્યા નથી કે ભ્રષ્ટાચાર  છાપરે પોકાર્યો નથી..!!!
શહેરમાં એક વર્ષ પૂર્વે જ બનેલ ડામર રોડનું ધોવાણ છતાં  કાગળ પર સબ સલામત..!
જેતપુર શહેરમાં તાજેતરમાં જ વરસેલા વરસાદમાં શહેરના મુખ્ય માર્ગોનું ધોવાણ થવા પામ્યુ છે અને ઠેર ઠેર પડેલ ગાબડાથી સત્તાધિશો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત ખુલ્લી પડવા પામી છે.સત્તાધિશો અને કોન્ટ્રાક્ટરોની મિલિભગતથી નબળા કામનું પાપ છાપરે ચડીને પોકારે છે.
જેતપુર શહેરનાં અમરનગર રોડ  ચોમાસા ઋુતુ દરમ્યાન સામાન્ય વરસાદ પડતા ડાંમર રસ્તા પર મસમોટા ખાડા પડી જતાં લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે તંત્ર દ્રારા રસ્તા માટી નાખી ખાડાને બુરી સંતોષ માની લીધો હોય પરંતુ લોકોએ ખાડા સહન કર્યા તો હવે ધુળની ડમરીઓથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. રસ્તા પર એટલી બધી ધુળની ડમરીઓ ઉડતી હોવાથી સામેથી ક્યુ વાહન આવે છે તે પણ દેખાતા ન હોય તેમજ ટ્રક જેવા મોટા વાહન પસાર થતાં હોય ત્યારે પાછળ આવતા વાહન ચાલકોને થોડીવાર સુધી થંભી જવું પડતુ હોય તેવી સ્થિતીનું નિર્માણ સર્જાયેલ છે. ખુલ્લા વાહન ચાલકો રાહદારીઓ અને વેપારી દુકાનદારોને ભારે હાલાકી ભોગવી પડે છે. તંત્ર દ્રારા આ રસ્તાને મરામત કરવામાં આવે તેવી લોકોની માંગણી ઉઠવા પામેલ છે.
જેતપુર નવાગઢ નગરપાલિકામાં છેલ્લા ઘણા જ વર્ષોથ ભાજપ શાસિત બોડી હોય અને દર વર્ષે જેતપુર શહેરના વિકાસ કામો માટે જુદા જુદા હેડ પેટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે.  પરંતુ ભાજપના સત્તાધિશો દ્વારા કોઇપણ કામના જેવા કે ડામર રોડ બનાવવાના કે ગટર લાઇનો નાખવાની હોય, પાણીની લાઇનો નાખવાની હોય કે લાઇટના ટાવરો નાખવાના, પાણીના સંગ્રહ માટેના મસમોટા ટાંકા ઉભા કરવા કે પછી પાલિકાનું બિલ્ડીંગ નવું બનાવવા  માં આવતુ હોય મોટાભાગના કામોમાં અઢળક નાણાં ખર્ચાય છે છતા  નબળી ક્વોલિટીના અને નિયમો ને નેવે મુકી હાલકી  કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવતું હોય એક વર્ષ મા રોડ રસ્તાની હાલત બિસ્માર જૉવા મળે છે.
  માત્ર એક જ વર્ષમાં આવા કરેલા કામોનું નામ નિશાન રહેતું નથી એટલી હદે ભ્રષ્ટાચાર થઇ રહ્યો હોય હાલ જેતપુર શહેરમાં જે જે મુખ્ય માર્ગો એક દોઢ વર્ષ પહેલા જ ડામર રોડ નવા રોડ જે કરોડો રૂપિયાના ખર્ચે બનાવામાં આવ્યા છે તે દરેક રોડમાં બે-બે ત્રણ-ત્રણ ફૂટના ખાડા પડી ગયા છે.
રોડમાં વાપરેલ હલકી કક્ષાનો માલ બહાર નીકળવા લાગ્યા હોય જે લોકોને દેખાય આવે છે પરંતુ ભાજપના પાલિકાના સત્તાધિશોને કે જવાબદાર અધિકારીઓને પોતાની નરી આંખે પણ દેખાતું ન હોય તેવું નાટક કરીને પોતાના મળતીયા કોન્ટ્રાક્ટરોનો બચાવ જ કરી રહ્યાં છે. આવા કોઇપણ કામો સરકારી કે પાલિકાના કામ આપતા પહેલા એગ્રીમેન્ટ કરવામાં આવે છે કે આ કામ બે વર્ષ કે ત્રણ વર્ષ કે પાંચ વર્ષ સુધી ટકવું જોઇએ અને તે પ્રમાણેનું મટીરીયલ વાપરવાનું હોય છે અને જો એગ્રીમેન્ટ પ્રમાણે જેટલા વર્ષનું હોય તેટલા વર્ષ તે કામની મજબુતાઇ ન ટકે તો તે કામ કોન્ટ્રાક્ટરે ફરીથી મફત કરી આપવું પડે અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેક લીસ્ટમાં મુકવામાં આવે છે.
નિયમો હોવા છતાં જેતપુર નગરપાલિકામાં ઉલ્ટી ગંગા છે.   દરેક કામોમાં મસમોટા ભ્રષ્ટાચાર જ આચરવામાં આવતો હોવાથી દરેક કામો નબળા જ કરવામાં આવે છે અને એગ્રીમેન્ટ પ્રમાણે આવા કામો ટકતા પણ નથી.  હાલ જેતપુર શહેરમાં છેલ્લા એક-દોઢ વર્ષમાં જ બનાવાયેલા ડામર રોડનું નામ નિશાન રહ્યું નથી. આવા કોન્ટ્રાક્ટરોને બ્લેક લીસ્ટમાં મુકવા જેતપુર શહેરની આમ જનતાઓની માગ ઉઠવા પામી છે શુ પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ આવા કોન્ટ્રાકટર અને કંપનીઓને બ્લેકલિસ્ટ માં મુકવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

IMG_20220830_193002.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *