કડી
કડી તાલુકાના ઇન્દ્રાડ ગામે કલેશ્વરી સોસાયટીમાં ત્રણ મકાનોના તાળા તોડી તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયાં હતાં અને સોસાયટીની પાછળ આવેલી એક કંપનીના સીસીટીવી કેમેરાની અંદર ચડ્ડી બનિયાનધારી ગેન્ગના ૭ ઈસમો કેદ થયા હતા. ચડ્ડી બનિયાનધારી ગેન્ગે માથે રૂમાલ બાંધેલો તેમજ મોઢા ઉપર બુકાની તેમજ ચડ્ડી પહેરેલી હોવાનું સીસીટીવીમાં જાેવા મળી રહ્યું છે અને હાથમાં પથ્થર જેવી વસ્તુ પણ જાેવા મળી રહી છે. ઇન્દ્રાડ ગામે આવેલ કલેશ્વરી સોસાયટીમાં એક મકાનમાં લગાવેલા સીસીટીવીમાં પણ ઘરમાં ઘૂસતા ૫ ઇસમો કેદ થયા હતા. કડી તાલુકાના ઇન્દ્રાડ ગામે કલેશ્વરી સોસાયટીમાં લગાવેલા સીસીટીવીમાં ૫ ચડ્ડી બનિયાનધારી ગેંગના ઈસમો મકાનની અંદર ઘૂસતાં નજરે પડ્યા હતા. તેમજ ઘરની અંદર ઘુસીને પાછળની બાજુએ લગાવેલા બારીના સળિયા તોડી ચોરી કરી બહાર નીકળ્યાં હતાં અને સોસાયટીમાં રહેતા ચંદુભાઈ પટેલના મકાનમાં મકાનની બારીના સળિયા તોડીને અંદર ઘૂસ્યા હતા અને સોના ચાંદીના તેમજ રોકડ રકમ લઈ તસ્કરો ફરાર થઈ ગયાં હતાં. કડી તાલુકામાં આવેલ ઇન્દ્રાડ ગામની સોસાયટીમાં તસ્કરો તરખાટ મચાવીને ત્રણ મકાનોના તાળા તોડીને લાખો રૂપિયાના મુદ્દામાલ તેમજ રોકડ રકમ લઇ ફરાર થઈ ગયા હતા. ત્રણ મકાનોમાંથી રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના, રોકડ રકમ સહિત રૂ. ૩ લાખ ૦૫ હજાર ૫૮૦ની ચોરી થતાં કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવાઈ હતી, જેને પગલે પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઇન્દ્રાડ ગામે ગત તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો અને ઇન્દ્રાડ ગામે આવેલ કલેશ્વરી સોસાયટીના ૩ મકાનોના તાળા તોડી તસ્કરો રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના લઇ ફરાર થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જાે કે આ ચડ્ડી-બનિયાનધારી ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી.


