Gujarat

ડ્રાઈવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી નાળામાં પડી

ડાંગ
કડમાળ ગામેથી સુબિર તરફ જતા કારનો અકસ્માત સર્જાયો હતો. રસ્તામાં આવતા ભયંકર વણાંકમાં ડ્રાઇવરે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર કોઝવે ઉપરથી નીચે પાણીમાં પડી જતાં અકસ્માત સર્જાયો હતો. કોઝવે પરથી નીચે ધારદાર પથ્થર સાથે ટકરાતા કારના કચ્ચરઘામ બોલી ગયા હતા. કારમાં સર્જાયલ અકસ્માતમાં ૪ બાળકો, ૨ મહિલા અને ચાર પુરુષો સવાર હતા. જેઓ ઇસખંડી , ધુલદા, અને કડમાળ આમ અલગ અલગ ગામનાં કુલ ૧૦ માણસો કારમાં સવાર હતા. આ કારમાં સવાર લોકોને નાની મોટી ઇજાઓ થઇ હતી. સદનસીબે મોટી જાનહાની ટળી હતી. હાલ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે રાહતદારીઓએ પોતાના પ્રાઇવેટ વાહનોમાં લઈ સુબિર સીએચસી ખાતે દાખલ કરી દેવામાં આવ્યા છે.

Page-39.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *