Gujarat

સરકાર ઇન્ટ્રીમ પેકેજ ના નિર્ણય ને લઈ ગુજરાત ભરના પોલીસ કર્મચારીઓ નારાજગી જોવા મળી

➡️ ઈન્ટ્રીમ પેકેજ બાબતે સરકારે પોલીસ કર્મચારીઓ પાસેથી માગેલ બાહેંધરી ના એફીડેવીટ થી ગુજરાત પોલીસ ખફા
➡️ ઈન્ટ્રીમ પેકેજ નહીં મળે તો વાંધો નહીં પણ કાંડા કાપીને બીજા કોઈ એલાઉન્સ કે ગ્રેડ પે ની માગણીઓ જતી કરવા સમગ્ર ગુજરાત પોલીસની મનાઈ
➡️ સોગંદનામામાં સહી નહીં કરવા બાબતે ગુજરાત પોલીસમાં પ્રચંડ એકતા દેખાઈ સરકારની મુશ્કેલીઓમાં વધારો
➡️  ગુજરાત પોલીસ પાસે બળજબરીથી એફીડેવીટ ઉપર સહીઓ લેવાનું દબાણ કરવામાં આવશે તો ગુજરાત પોલીસ શિસ્તમાં રહીને પોત-પોતાના પોલીસ સ્ટેશનમાં આપશે લેખિત રીપોર્ટ
➡️ પોલીસ ઈન્ટ્રીમ પેકેજ સ્વીકારી ગ્રેડ પે કે બીજા ભથ્થાં જતાં કરવા નથી તૈયાર પોલીસ કર્મચારીઓ લેખિતમાં રીપોર્ટ આપશે કે દાદ-ફરિયાદ સમિતિ તથા ગ્રેડ પે કમિટી સમક્ષ કરેલી માગણીઓ પૂર્ણ થશે અને #૨૮૦૦_૩૬૦૦_૪૨૦૦ ગ્રેડ પે મળી જશે તો જ એફીડેવીટ ઉપર કરશે સહી તે સિવાય નહીં
➡️ ગુજરાત પોલીસ કર્મચારીઓને સરકારની નિયત તથા ઈરાદા ઉપર ઉપજી શંકા કે સરકાર એફીડેવીટ ઉપર સહી લઈ પોલીસના કાંડા કાપીને  રજા પગાર જેવાં ભથ્થાં બંધ કરવા માંગે છે
➡️ ગુજરાત પોલીસ આ વખતે સરકાર ના ઈરાદા સામે નહીં ઝુકવા પ્રચંડ એકતા સાથે મક્કમ
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG_20220902_105048.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *