Gujarat

મુખ્યમંત્રીશ્રીએ જિલ્લાના હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓસાથે વિકાસલક્ષી ચર્ચા કરી ભોજનનો આનંદ માણ્યો

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આવેલ હિરપરા કન્યા છાત્રાલય ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતમાં જામનગર જિલ્લાના હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓ સાથે ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાની વિધ્યાર્થીનીઓ દ્વારા મુખ્યમંત્રી શ્રીનું ઉષ્માભેર સ્વાગત કરી મહાનુભાવો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યું હતું. તેમજ મુખ્યમંત્રીશ્રીનું સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યૂ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. હિરપરા કન્યા વિદ્યાલયની બે વિધ્યાર્થીનીઓ એશિયન ચેમ્પિયનશિપમાં પસંદગી પામવા બદલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ઉજ્જવળ ભવિષ્ય અંગે શુભકામનાઓ પાઠવી હતી.

જામનગર જિલ્લાના હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાઓ સાથે આયોજિત ટિફિન બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જરૂરી સૂચનો કરી જિલ્લાના વિકાસ માટે ચર્ચા વિચારણાઓ ભોજનનો સ્વાદ માણ્યો હતો. આ બેઠકમાં રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રઘવજીભાઈ પટેલ, પ્રભારી મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા,સાંસદ શ્રી પૂનમબેન માડમ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ મૂંગરા, ધારાસભ્ય શ્રી આરસીફળદુ, જિલ્લા પંચાયતના સદસ્યો, તેમજ જિલ્લાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

tiffin-bethak-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *