ગુજરાત રાજયના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, જુનાગઢ દ્વારા સંચાલિત જુનાગઢ જિલ્લા કક્ષા કલા મહાકુભ ૨૦૨૨-૨૩ નુ આયોજન કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલ, ગાંધીગ્રામ, જુનાગઢ ખાતે તા ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૨ જુનાગઢ શહેર અને તા.૧૧ સપ્ટેમ્બર ૨૦૨૨ જુનાગઢ ગ્રામ્ય માટે આયોજન કરવામાં આવેલ છે. ઝોન તાલુકા કક્ષાના પ્રથમ વિજેતા કલાકારો જિલ્લાકક્ષાની નીચે મુજબની કૃતિઓમાં ભાગ લેશે. (૧) વકતૃત્વ (ર) નિબંધ (૩) ચિત્રકલા (૪) ભરતનાટ્યમ (૫) એકપાત્રીય અભિનય (૬) લોકનૃત્ય (૭) રાસ (૮) ગરબા (૯) સુગમ સંગીત (૧૦) લગ્નગીત (૧૧) લોકગીત-ભજન (૧૨) તબલા (૧૩) હાર્મોનિયમ હળવું) (૧૪) સમૂહગીત તેમજ સીધી જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધેલ કલાકારોએ નીચે મુજબની કૃતિઓમાં ભાગ લેશે (૧) કાવ્ય લેખન (૨) ગઝલ શાયરી (૩) લોકવાર્તા (૪) દુહા-છંદ- ચોપાઈ (૫) સર્જનાત્મક કારીગરી (૬) સ્કૂલ બેન્ડ (૭) ઓરગન (૮) કથ્થક (૯) શાસ્ત્રીય કંઠય સંગીત (હિન્દુસ્તાની)
તા.૧૦ સપ્ટેમ્બર ૨૦૨૨ ના સવારે ૭૮/૩૦ વાગ્યે જૂનાગઢ શહેર જિલ્લાના મહાનગરપાલીકા વિસ્તારના કલાકારોએ કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલ, ગાંધીગ્રામ, જુનાગઢ ખાતે રીપોર્ટીંગ કરવાનું રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયુ છે.
તા.૧૧ સપ્ટેમ્બર ૨૦૨૨ ના સવારે ૦૮/૩૦ વાગ્યે જૂનાગઢ ગ્રામ્ય જિલ્લાના તાલુકા વિસ્તારના કલાકારોએ કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલ, ગાંધીગ્રામ, જુનાગઢ ખાતે રીપોર્ટીંગ કરવાનું રહેશે. તેમજ વધુ માહીતી માટે જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, જુનાગઢ ફોન નં- ૦૨૮૫ ૨૬૩૦૪૯૦ પર સંપર્ક કરવાનો રહેશે. જૂનાગઢ શહેર અને ગ્રામ્ય જિલ્લાના કલાકારો કુલ – ૨૩ કૃતિઓમાં પ્રદર્શન કરશે. અને આ કૃતિઓમાં ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ અને ૨૧ થી ૧૯ વર્ષ વિભાગમાં ભાગ લેશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જૂનાગઢની યાદીમાં જણાવાયુ છે.
પારૂલ
