તાજેતરમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પંચમહાલ દ્વારા જિલ્લા કક્ષાના બાળમેળા ડોક્યુમેન્ટેશન વર્કશોપનું આયોજન ટીમ્બી પ્રાથમિક શાળા, હાલોલ ખાતે કરવામાં આવ્યું. જેનું સંપૂર્ણ આયોજન અને સંચાલન જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, પંચમહાલના સિનિયર લેક્ચરર શ્રી ઉમેશભાઈ ચૌહાણ. દ્વારા કરવામાં આવ્યું. તેમજ તજજ્ઞની ભૂમિકા રાઠોડ નિલેશ રાણા મિનેષ અને બારીયા ધર્મેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવી. આ વર્કશોપમાં પંચમહાલ જિલ્લાના તમામ તાલુકામાંથી આઠ શિક્ષકમિત્રોને બોલાવી તેમના ક્લસ્ટરમાં અને શાળામાં યોજાયેલ બાળમેળાના ડોક્યુમેન્ટની મદદથી તેમના તાલુકાનું ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યું. તેમજ તેની સહાયતાથી તજજ્ઞ દ્વારા જિલ્લા કક્ષાનું ડોક્યુમેન્ટેશન તૈયાર કરવામાં આવશે. જે આવતા સમયમાં યોજાતા બાળમેળા અને લાઈફસ્કીલ મેળાના આયોજન માટે ઉપયોગી બનશે. તાલીમના અંતે અત્રેની શાળાના આચાર્ય રજનીકાન્ત ભાઈ દ્વારા આભારવિધી કરવામાં આવી.
ભાવેશ મુલાણી, ભરૂચ.

