Gujarat

મહીસાગર જિલ્લા કક્ષાનો રોલપ્લે અને લોકનૃત્ય સ્પર્ધા કાર્યક્રમ ડાયટ સંતરામપુર ખાતે સંપન્ન

બાળકોની સુષુપ્ત શક્તિઓ આ રીતે બહાર આવશે તો આજ પેઢીમાંથી ભવિષ્યમાં સારા કલાકારો મળશે
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે તાજેતરમાં જી.સી.ઈ.આર.ટી.
ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં જિલ્લાકક્ષાનો રોલ પ્લે તથા લોક નૃત્ય સ્પર્ધા કાર્યક્રમ ભારે દબદબાભેર ઉજવાયો.
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય ડૉ. એ.વી. પટેલ અને સી લેક્ચરર ડૉ. એચ.આર પટેલ તેમજ ડાયટના લેક્ચરરો ,બાળકો સાથે આવેલા તેમના શિક્ષકો ,સ્પર્ધાના નિર્ણાયક મહાનુભાવોની હાજરીમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો.  ત્યાંના મહાનુભાવોએ બાળકોની સુષુપ્ત શક્તિઓ આ રીતે બહાર આવશે તો આજ પેઢીમાંથી ભવિષ્યમાં સારા કલાકારો મળશે તેમ જણાવી કેટલાક ઉદાહરણો આપી કલાકાર બાળકોને કાર્યક્રમ વિશે ખૂબ જ સુંદર માહિતી આપી હતી. આ સરકારી માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે તેમની સુષુપ્ત શક્તિઓ અને  તેમની કલા શક્તિઓને બહાર લાવવાના ઉમદા હેતુથી પ્રતિવર્ષ આ પ્રકારના કાર્યક્રમો યોજાય છે. આ વર્ષે જિલ્લા કક્ષાએ યોજાયેલી સ્પર્ધામાં જે વિધાર્થીએ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો છે તે તમામને ડાયટ અને મહાનુભાવો દ્વારા રાજ્ય કક્ષાએ ભાગ લેવા માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. સ્પર્ધામાં એક થી ત્રણ નંબરે આવેલ કલાકારને ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
ભાવેશ મુલાણી,  ભરૂચ.

IMG-20220903-WA0184.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *