Gujarat

ઊનાના નાથળ બાયપાસ પાસે મોડી રાત્રીના સીએનજી કાર આગળ જતા ટ્રક સાથે ભટકાતા આગ ભભુકી ઉઠી…

કાર ચાલકનનું ઘટના સ્થળે મોત, કારમાં સવાર બે નો બચાવ, કાર બળીને ખાખ…

ડ્રાઇવરના છાતીના ભાગે પડેલુ ગાબડુ અને કારમાં સવાર બે વ્યક્તિને સામાન્ય ઇજા…

ઊના –  ઊનાના નાથળ ગામના બાયપાસ નજીક સોમનાથી સારંગપુર જતી યાત્રીકોની સીએનજી કારમાં રાત્રીના સમયે સમયે આગળ જતા ટ્રક સાથે અથડાતા કારમાં આગ ફાટી નિકળતા કાર ચાલક ગંભીર રીતે દાઝિ ગયેલો અને સ્ટેરીંગનો સળીયો છાતીમાં ઘુસી જતાં ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજેલ હતું. તેમજ કારમાં સવાર અન્ય બે વ્યક્તિઓને ઇજા થતાં ઉના સરકારી હોસ્પીટલે ખસેડાયેલ છે.

અમદાવાદના સાણંદ તાલુકાના કુંડળ ગામે નવાવાસ વિસ્તારમાં રહેતા હંસુરામ કરશનદાસ સાધુ તથા તેમના મિત્ર પ્રહલાદભાઇ મોહનભાઇ સેનવા રહે.પીપળ તથા દિનેશભાઇ રતાભાઇ સેનવા રહે. મેલાસણ ફોરવીલ કાર હોન્ડા સીટી નંબર જીજે ૦૧ કે એફ ૦૨૩૬ લઇને દિવ ફરવા ગયેલા અને ત્યાથી બગદાણા જતા હતા એ વખતે કાર ચાલક દિનેશ રતુ સેનવા ઉ.વ.૪૦ ચલાવતા હોય અને વેરાવળ ઉના નેશનલ હાઇવે રોડ પર નાથળ ગામ વચ્ચે પહોચતા કાર પુર ઝડપે અને બેફિકરાઇથી ચલાવી આગળ જતાં એક ટ્રક સાથે પાછળથી ભટકાવતા સીએનજી કાર ગેસ વાળી હોવાથી આગ લાગી જતાં કારક્ષણવારમાં બળીને ભષ્મીભુત થઇ થતાં સમય સુચકતા વાપરી કાર દરવાજા તોડીને પાછળ બેઠેલા બે વ્યક્તિઓ બહાર નિકળી જતાં આબાદ બચાવ થયેલો હતો. જ્યારે કાર ચાલક દિનેશને ડાબા પગે આગ લાગી જતાં ગંભીર રીતે દાઝી ગયેલ અને કાર ભટકાતા સ્ટેરીંગનો સળીયો છાતીના ભાગે ઘુસી જતાં ગાબડુ પડી જવાના કારણે લોહીવહી જતાં ગંભીર ઇજા પહોચતા ઘટના સ્થળે મોત નિપજેલ હતું. અકસ્માત થતાં કારમાં બેઠેલા પ્રહલાદ મોહનભાઇ સેનવા ઉ.વ.૫૦ તથા હંસુરામ સાધુ ઉ.વ.૫૩ને માથાના ભાગે નાની મોટી ઇજાઓ થતાં સારવારમાં ઉના સરકારી દવાખાને ખસેડાયા હતા. આ સીએનજી કારમાં મોડી રાત્રીના આગ લાગવાનુ કારણ કાર ચાલક દિનેશે બે ફિકરાઇ ભરી પુર ઝડપે કાર ચલાવી આગળ જતા ટ્રક સાથે ભટકાવતા બની હોવાનું કાર માલીક હંસુરામ સાધુએ પોલીસ ફરીયાદમાં જણાવેલ છે.

કાર માલીક હંસુરામ સાધુ અમદાવાદના સાણંદ ગામના મેલાસણ ગામે રહેતા અને ૧૫ દિવસ પૂર્વે કાર ખરીદી હોય જેથી હર્ષદ માતાજીના દર્શન કરી દ્રવારકા, સોમનાથ, દિવ સહીતના યાત્રાધામ થઇ સારંગપુર દર્શનાર્થે પોતાની કારમાં મિત્ર સાથે નિકળેલ હતા અને કાર દિનેશ રતાભાઇ સેનવા ચલાવતો હોય તેમજ રાત્રીના સમયે દિવથી નિકળી કેસરીયા નેશનલ બાયપાસ થઇ ઉના તરફ આવતા હતા. ત્યારે નાથળ ગામના બાયપાસ પાસે મધરાત્રે સીએનજી કાર આગળ જતાં ટ્રક સાથે અથડાતા કારમાં આગ ફાટી નિકળતા કાર ભડથુ થઇ ગયેલ અને કાર ચાલકનું મોત નિપજેલ. અને કારમાં સવાર બે વ્યક્તિઓ દરવાજા તોડીને બહાર નિકળી ગયા હોવાનું ઇજાગ્રસ્ત યુવાનોએ જણાવેલ હતું. અને તેનો આબાદ બચાવ થયો હતો. આગની ઘટનાને પગલે નેશનલ હાઇવે પર પસાર થતા વાહનો આગની ઘટનાથી પોતાન વાહન વ્યવહારલ થંભાવી દેતા મોટો ટ્રાફીક જામ થયો હતો. મૃતક કાર ચાલકને તેની સાથે કારમાં રહેલા બે વ્યક્તિઓએ મહામુસીબતે બહાર કાઢી જમીન પર ઢસળીને દૂર સુધી લઇગયા હતા. અને તાત્કાલીક ઇમરજન્સી ૧૦૮ને ઘટના સ્થળે દોડાવી ઇજાગ્રસ્તો અને મૃતકને સરકારી હોસ્પીટલે પી એમ અર્થે તેમજ સારવાર અર્થે ખસેડાયેલ હતા. આ ઘટનાની જાણ ધારાસભ્ય પુંજાભાઇ વંશને થતા તાત્કાલીક હોસ્પીટલે દોડી આવી મૃતક યુવાનના પરીવારને જાણ કરી તાત્કાલીક વ્યવસ્થા ગોઠવી મૃતદેહને તેના વતને પહોચાડવા મદદ કરી હતી. આ ઘટનાથી પરીવારજનોમાં શોકનું મોજુ પ્રસરી ગયેલ છે.

બોક્ષ્ – સીએનજી વાહનોમાં આગની ઘટના વધી રહી છે…

થોડા સમય પહેલાજ ઉનાના ત્રીકોણબાગ નજીક સીએનજી કારમાં આગ લાગવાની ઘટના સર્જાયેલ જેમાં છ વ્યક્તિઓને પોલીસે રાત્રીના સમયે સળગતી કારમાંથી જીવ બચાવ્યા હતા. એ અગાઉ સામતેર રોડ પર  પણ સીએનજી રોડ પર આગ લાગી હતી. જેમાં કાર સળગી ગયેલ અને ત્યાર બાદ નાથળ ગામ પાસે સીએનજી કારમાં આગની ઘટના બનતા ગેસના વાહનમાં વારંવાર આગની ઘટનાઓ વાહન ચાલકો માટે અને તેમાં મુસાફરી કરતા લોકો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે.

બોક્ષ્ – કારમાં રહેલો ગેસનો બાટલો સલામત રહ્યો હતો મોટી દુર્ઘટના અટકી…

નાથળ ગામ પાસે રાત્રીના સમયે કારમાં આગ લાગ્યા બાદ કાર બળીને રાખ થઇ ગયેલ પરંતુ કારમાં રહેલો સીએનજી ગેસનો બાટલો સલામત રહ્યો હતો. જો આ બાટલો આગના કારણે ફાટ્યો હોત તો રોડ પર પસાર થતા અન્ય વાહન માટે મોટી અકસ્માતની ઘટના સર્જાત અને કારમાં બચેલા બન્ને સવારને બચાવવા મુશ્કેલ ઉભી થઇ શકત……

બોક્ષ્ – કારમાં સવાર યુવક ભયમાં આખો રાત્રી ગુજારી..

આગની ઘટનાને નજરે નિહાળનાર કારમાં આગળ બેઠેલા પ્રહલાદભાઇ મોહનભાઇ સેનવાએ જણાવેલ કે રાત્રીના કારના કાચ તોડી મહામુસીબતે બહાર નિકળ્યા હતા. આ ઘટના હજી પણ દિલોદીમાંગ માંથી હટતી નથી. અને ઘટના યાદ આવતા થળથરી ઉઠુ છું…

ઊનાના-નાથળ-બાયપાસ-પાસે-મોડી-રાત્રીના-સીએનજી-કારમાં-અચાનક-આગ-ભભુકી-ઉઠી-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *