ઊના – ઉના તાલુકાના આંગણવાડી સંચાલક તેમજ હેલ્પર બહેનોની પડતર પ્રશ્નોની વિવિધ માંગણીઓને લઇ બહોળી સંખ્યામાં ઉગ્ર રજૂઆત સાથે ઉના પ્રાંત કચેરી, આઈ સી ડી એસ કચેરી તેમજ ધારાસભ્ય પુંજાભાઇ વંશને લેખીત રજુઆત કરી આવેદન પત્ર આપી પ્રશ્નોનુ નિરાકરણ લાવવા માંગ કરી હતી. યોગ્ય નિર્ણય નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન પર ઉતરવા ચિમકી આપી હતી.
આંગણવાડીના કર્મચારી બહેનોને કાયમી સરકારી કર્મચારી તરીકે માન્ય ગણી ગ્રેડપે લાગુ કરવાની માંગણીને સ્વીકારવા, સરકારી કર્મચારીઓને મળતા તમામ લાભો આંગણવાડીના કર્મચારીઓને આપવા, તથા વર્કર તથા હેલ્પર બહેનોને પેન્શનનો લાભ આપવા આ ઉપરાંત આંગણવાડીમાં આવતા બાળકોને સાચવવા ઉપરાંતની અન્ય કામગીરીઓ સોંપવામાં આવે છે. જેથી કારણે મુશ્કેલીઓ ઉભી થાય છે, આંગણવાડી સીવાય વધારાની કામગીરી ન સોપવામાં આવે તેવી માંગણી કરાયેલ છે. તેમજ સીનીયોરીટીની યાદી તૈયાર કરી સીનીયોરીટી મુજબ બઢતીના લાભ આપવામાં આવે, આ ઉપરાંત કાર્યકર તથા હેલ્પર બહેનોને સરકારી કર્મચારીઓની જેમ વેકેશનનો લાભ આપવા, જાહેર રજાનો લાભ આપવામાં આવતો નથી તેનો યોગ્ય નિર્ણય લઈ જાહેર રજા આપવી, તેમજ તમામ મહીલા ઓને કર્મચારીઓને 2019માં આપવામાં આવેલ મોબાઈલ એક વર્ષમાં બંધ પડી ગયાં છે તે મોબાઇલોના રીપેરીંગ ખર્ચા આપવામાં આવે અને રજીસ્ટરની કામગીરી બંધ કરાવા અથવાતો પ્રાઇવેટ મોબાઇલમાં કામગીરી કરાવવામાં આવે છે તે બંધ કરાવવામાં આવે ગમે તે એક્જ કામગીરી સોપવામાં આવે તેવી માંગણી કરવામાં આવે છે.
સરકારની યોજનાઓ જેવીકે પોષણ સુધાવ્હાલી દીકરી યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, વિશ્વા સહાય યોજના, દુધ સંજીવની યોજના આ તમામ યોજનાઓને ન્યાય આપવાનુ તથા બાળકોને પુર્વ પ્રાથમીક શિક્ષણ આપવાનુ તેમજ અવાર-નવાર સોંપવામા આવતા અન્ય કામગીરીનો બોજ આંગણવાડી બહેનો ઉપરથી દૂર કરવામાં આવે. તાલીમ તેમજ મીટીંગ વગેરે કામોનો બોજ ધાર્યા કરતા ઘણો જ વધારે કરવામાં આવે છે. હકીકતે આટલી બધી કામગીરી હેઠળ દબાયેલી મહીલા કામદારો પોતાનુ માનસીક સંતુલન ગુમાવી બેસે છે. અને ઓછા વેતને પોતાનો ઘર સંસાર ચલાવી શકતી નથી જેથી તે કામનોબોજ હળવો કરવો જોઈએ. અને કર્મચારીને કાયમી કરીને વેતન વધારવા આવેદન પત્ર આપેલ હતું. આ આવેદન પત્ર ધારાસભ્યને આપવામાં આવતા ઉપરોક્ત પ્રશ્નો બાબતે સરકારને ધારદાર રજુઆત કરવામાં આવશે તેવી ખાત્રી પુંજાભાઇ વંશે આપી હતી.

