નવીદિલ્હી
બાંગ્લાદેશના વિકેટકીપર મુશ્ફિકુર રહીમે રવિવારે ટી૨૦ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. મુશ્ફિકુર ટેસ્ટ અને વન-ડે ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. ૩૫ વર્ષીય ક્રિકેટરે જણાવ્યું હતું કે, તેને તક મળશે ત્યારે તે ફ્રેન્ચાઈઝ ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. રહીમે ટ્વીટ કરીને જણાવ્યું કે, હું ટી૨૦ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરું છું અને ટેસ્ટ તેમજ વન-ડે પર ધ્યાન કેન્દ્રિત કરીશ. બાંગ્લાદેશની ટીમ તાજેતરમાં એશિયા કપમાં નોકાઉટ થઈ ગઈ હતી. મુશ્ફિકુર રહીમ છેલ્લા ઘણા સમયથી ટી૨૦ ક્રિકેટમાં સારો દેખાવ નથી કરી રહ્યો. તેણે છેલ્લી ૧૦ ટી૨૦માં ફક્ત ત્રણ વખત ત્રણ વખત બે આંકડામાં સ્કોર નોંધાવી શક્યો હતો. એશિયા કપમાં તેણે બે મેચમાં ફક્ત પાંચ રન કર્યા હતા. બાંગ્લાદેશ તરફથી રમતા મુશ્ફિકુર રહીમે ૧૦ ટી૨૦માં ૧૧૫.૦૩ની સ્ટ્રાઈક રેટથી ૧,૫૦૦ રન કર્યા હતા.

