પડધરી તાલુકાના કનકપુર ખોખરી ગામે રહેતા ત્રિપાલસિંહ કનકસિંહ જાડેજાને તેના મકાનમાં પોલીસે વિદેશી દારૂનો દરોડો પાડી રૂ.29 હજારની કિંંમતની શરાબની 57 બોટલ સાથે ઝડપી લીધો છે. જયારે તેની સાથે અન્ય એક શખ્સની સંડોવણી ખૂલતા તેની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પડધરીના કનકપુર ખોખરી ગામે રહેતા ત્રિપાલસિંહ કનકસિંંહ જાડેજા નામનો શખ્સે તેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમી પડધરી પોલીસને મળી હતી.
માહિતીના આધારે પડધરી પોલીસની ટીમે ત્રિપાલસિંહના મકાનમાં દરોડો પાડી રૂ.29 હજારની કિંમતની શરાબની 57 બોટલ સાથે ત્રિપાલસિંહ જાડેજાને ઝડપી લીધો છે. પોલીસે ઝડપાયેલ શખ્સની દારૂ અંગે પૂછપરછ કરતા તેને વિદેશી દારૂ ધ્રોલ તાલુકાના ડાંગરા ગામે રહેતો જીતેન્દ્રસિંહ ઈંદુભા જાડેજા આપી ગયાની કબુલાત આપતા પોલીસે જીતેન્દ્રસિંહ વિરૂધ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
અહેવાલ – નિખીલ ભોજાણી

