Gujarat

મહુધા માલધારી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર.નિસાર શેખ,મહુધા
સરકારી તંત્ર દ્વારા અવાર નવાર માલધારી સમાજ પર છતાં અત્યાચાર બાબત લઈને માલધારી સેના દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું
માલધારી સમાજ નું કેહવુ હતુ કે સુરતમાં ઢોર પકડ પાર્ટી દ્વારા આંગણે બાંધેલા પશુઓ ને એસ.આર.પી  સાથે રાખીને બળજબરી પૂર્વક ડબ્બામાં ભરી ને લઇ ગયા હતા અને માલઘારી સમાજ ની બેહનો સાથે અશોભનીય વર્તન કરેલ.  તેમજ મહિલા પોલીસ સ્ટાફ ન હોવા છતા માલધારી સમાજ ની બહેન  દીકરીઓની પુરુષ પોલીસ સ્ટાફ દ્વારા બળ પ્રયોગ કરી ને અટકાયત કરી હતી તે શોભનીય નથી.
માલધારી સમાજ ને વિકલ્પીત વ્યવસ્તાં માટે સમય આપ્યા વિના પશુવાડા તોડી પડેલ છે જે ગેર વ્યાજબી છે જે માલધારીઓ 20 થી 25 વર્ષ થી કબ્જો ભોગવટો કરે છે. જે માલધારીઓ ના જીવન નિર્વાહ માટે એક માત્ર સાધન હતુ વાડા તોડી માલધારી સમાજ ને દુઃખ પોહચે તેવું કામ કરેલ છે જેના સંદર્ભે  મહુધા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

IMG-20220906-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *