Gujarat

જામનગરમાં ખેડૂતોએ પૂરતી વીજળી આપવાની માગ સાથે વીજકંપનીની કચેરીને આવેદનપત્ર પાઠવ્યું

જામનગર
જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા કાસમ ખફીએ જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોના મુરઝાતા પાકને બચાવવા માટે તાકિદે પુરતા પ્રમાણમાં વિજળી આપવા માગણી કરી છે. ખેડૂતોને સાથે રાખી તેમણે આ અંગે વીજ કંપનીના અધિકારીઓને આવેદનપત્ર પાઠવી આઠ કલાક સતત વીજળી આપવા જણાવ્યું છે. જામનગર ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખેંચાતાં ઉભી થયેલી પિયતની જરૂરિયાતને પહોંચી વળવા માટે પર્યાપ્ત વીજળી ઉપલબ્ધ ન હોય, ખેડૂતોની હાલત કફોડી બની છે. કટકે-કટકે આવતી વીજળીના કારણે પુરતા પ્રમાણમાં પાણી પંપીંગ નહીં શકતાં ખેતરમાં પાણી પાહોંચાડી શકાતું નથી. જેને કારણે ખેડૂતોનો પાક બળી જવાની દહેશત ઉભી થઇ છે. આવી સ્થિતિમાં પાક બચાવવા માટે ખેડૂતોને સતત આઠ કલાક વીજળી મળે તે જરૂરી છે. આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા રજૂઆતમાં જણાવ્યું છે. ખેડૂતોએ વીજળીની માગ કરતાં પોસ્ટરો સાથે વીજ કંપનીએ રજૂઆત કરી હતી.

File-02-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *