Gujarat

અમદાવાદના ચાંદલોડિયામાં તરછોડી દીધેલું નવજાત બાળક મળ્યું, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયું

અમદાવાદ
અમદાવાદ શહેરમાં નવજાત બાળકોને તરછોડવાની ઘટનાઓ વધુ પ્રમાણમાં પ્રકાશમાં આવી રહી છે. શહેરમાં ચાંદલોડિયામાંથી ત્યજી દીધેલી હાલતમાં મળી આવેલું નવજાત બાળક મળતાં જ પોલીસે સઘન તપાસ શરૂ કરી દીધી છે. બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયું છે.સોલા પોલીસને માહિતી મળતાં જ પોલીસે સ્થળે પહોંચીને બાળકની સારવાર શરૂ કરાવી હતી. આ બાળક અસ્વસ્થ અને કુપોષિત હોવાથી તેની તબિયત નાજુક હતી. હાલમાં સોલા પોલીસે આ અંગે અજાણ્યા માતા પિતા સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. બીજી તરફ માતા પિતાની ભાળ મેળવવા માટે પોલીસે સી.ડબ્લ્યુ.સીના અધિકારીને સાથે રાખી પૂછપરછ શરૂ કરી છે. પોલીસને મળી આવેલું બાળક ગુજરાતી ભાષા બોલતું હોવાથી સ્થાનિક વ્યક્તિએ જ બાળકને તરછોડ્યું હોવાનું પોલીસ માની રહી છે. ત્યારે પોલીસે આસપાસના સીસીટીવી મેળવી ર્નિદયી માતા પિતાની શોધખોળ હાથ ધરી છે. શહેરમાં ઘણા સમયથી બાળક કે ભ્રુણ ત્યજી દેવાની ઘટનાનો સિલસિલો શરૂ છે જે અટકવાનું નામ નથી લઈ રહ્યો.

File-02-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *