ગિરગઢડા
ભરત ગંગદેવ
વરસાદના વિરામ અને વાદળ છાયા વાતાવરણના કારણે વાયરલ ઇન્ફેક્શન અને મચ્છર જન્ય રોગ ચાળો વક્રતા તાલુકા ભર માં મેલેરીયા સહિતના તાવ સાથે ડેન્ગ્યુએ દેખા દેતા દર્દીઓમાં ભય નો માહોલ સર્જાવા પામે છે
છેલ્લા 15 દિવસમાં ખાંભા તાલુકાની સરકારી હોસ્પિટલમાં આઠ જેટલા ડેન્ગ્યુના દર્દીઓ ના નિદાન થવા પામેલ છે અને ખાનગી હોસ્પિટલમાં પણ ડેન્ગ્યુના દર્દીઓ નિદાન થયા હોય સારવાર અપાતા દર્દીઓ ડેન્ગ્યુ મુક્ત બન્યા હોય
આરોગ્ય વિભાગ દ્વારા આળસ ખંખેરી ભરાયેલા પાણીના ખાબોચીયા અને ઉગી નીકળેલા નાકમાં ઘાસ સહિતના છોડવામાં કે જે મચ્છર ઉત્પાદિત કેન્દ્ર ગણાતા હોય ફોંગિંગ કરી ડીડીટી નો છટકાવ કરવામાં આવે તો રોગચાળો કાબુમાં આવે
એકાદ કિમી દૂર આવેલી ખાંભા ની સરકારી હોસ્પિટલમાં દરરોજ 150 જેટલા ઓપીડી નોંધાય છે સામે ખાનગી હોસ્પિટલ પણ દર્દીઓ ઉભરાતા હોય અને આરોગ્ય વિભાગ પણ અસરકારક કામગીરી કરી દવાનો છટકાવ કરી સર્વે કરાવી ઘેર ઘરે પાણી નાં ભરેલા ભંગાર, ટાયર, દૂર કરાવી રોગચાળો કાબૂમાં લેવા કર્ય વહી કરે તેવું દર્દિ નારાયનો ઈચ્છી રહયા છે
