Gujarat

મહેસાણાના બુટલેગરને તેના જ મિત્રોએ ઢોરમાર માર્યો

મહેસાણા
મહેસાણાના પ્રદૂષણપરામાં રહેતા બુટલેગર રમેશ માળીને તેના જ મિત્રોએ ઘેરથી ગાડીમાં ઉપાડી લઈ જઈ નજીક આવેલા હેબુવાના તબેલામાં લઈ જઈ ઢોરમાર માર્યો હતો. પગના ભાગે છરી મારતાં લોહી નીકળતી હાલતમાં બુટલેગરને મોઢેરા રોડ પર ઉતારી ચારેય મિત્રો નાસી છૂટ્યા હતા. મહેસાણા શહેરમાં અંબાજી માતાના મંદિર પાછળ આવેલા પ્રદુષણ પરામાં રહેતો રમેશ સોમાભાઈ માળી (૪૦) રાત્રે તેના ઘર આગળ બેઠો હતો, ત્યારે રાધનપુર રોડના પ્રમુખ ફ્લોરા ફ્લેટમાં રહેતો તેનો મિત્ર સંદીપ ઉર્ફે બચ્ચન અમૃતભાઈ પટેલ અન્ય ત્રણ મિત્રોને લઈને આવ્યો હતો અને રમેશને ચાલ આપણે બરફ લઈને આવીએ તેમ કહી ગાડીમાં બેસાડી પાંચે જણા નીકળ્યા હતા. રસ્તામાં સંદીપે રમેશને અગાઉ મારા મિત્રનું નામ તે કેમ પોલીસને આપેલું કહી ગાળા ગાળી કરી ગાડીમાં જ માર્યો હતો. બાદમાં રમેશને હેબુવામાં તબેલામાં. અનુસંધાન-પેજ-૨-પર

Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *