Gujarat

ભક્તિમાં નિયમનું મહત્વ..

એક સંત એકવાર એક ખેડૂતના ઘેર જાય છે.ખેડૂત સંતનું ભવ્ય સ્વાગત કરે છે અને ભોજન કરાવે છે. સંતના સંગમાં સાત ડગલાં ચાલીએ અથવા સંત કોઇના ઘરનું ભોજન કરે તો તેના હિતનો વિચાર કરતા હોય છે.સંતે કહ્યું કે તમે દરરોજ ભગવાનનું નામ સુમિરણ કરવાનો નિયમ લો ત્યારે ખેડૂત કહે છે કે બાબા મને તો સમય જ મળતો નથી.સંત કહે છે કે નામ-સુમિરણ માટે સમય ના મળે તો દરરોજ ભગવાનના મંદિરમાં જઇ ભગવાનના દર્શન કરવાનો નિયમ લો ત્યારે ખેડૂત કહે છે કે હું તો ખેતરમાં રહું છું અને ભગવાનનું મંદિર તો ગામમાં છે તો કેવી રીતે દરરોજ ભગવાનના દર્શન કરવા જાઉં ?

સંતે ઘણા સાધન બતાવ્યા પરંતુ ખેડૂત કોઇ નિયમ લેવા તૈયાર થતો નથી ત્યારે સંતે કહ્યું કે તમારે કોઇક તો નિયમ લેવો પડશે જ..! પરંતુ ખેડૂત કહે છે કે મહારાજ તમે બતાવેલ કોઇ સાધન મારાથી બની શકે તેમ નથી.હું ખેતરોમાં કામ કરૂં કે માળા લઇને જપ કરૂંઆટલો સમય મારી પાસે નથી.હું તમારા જેવો બાવો નથી કે એકાંતે બેસીને ભજન કરી શકું.મારે બાળ-બચ્ચાઓનું પાલનપોષણ કરવાનું હોય છે.પશુઓનું પાલન-પોષણ કરવાનું હોય છે,ખેતીવાડી કરવાની હોય છે.ત્યારે સંત કહે છે કે તૂં શું કરી શકે તેમ છે તે મને બતાવત્યારે ખેડૂત કહે છે કે મારી પડોશમાં એક કુંભાર રહે છે અને તે મારો ખાસ મિત્ર છે અને મારા અને તેના ખેતરો પણ નજીક છે.હું દરરોજ તેને જોયા પછી જ ભોજન કરીશ આ નિયમ લઉં છું. ત્યારે સંતે કહ્યું કે ભલે..આજથી તેને જોયા વિના તેના દર્શન કર્યા વિના ભોજન નહી કરવાનો આજથી નિયમ લો.

એક દિવસ ખેડૂતને ખેતરમાં જવાની ઉતાવળ હતી એટલે ભોજન પણ જલ્દીથી બનાવડાવ્યું.ખેડૂતે ઘરની બહારની કંપાઉન્ડર્વાલ ઉપર ચઢીને જોયું તો કુંભાર ઘેર દેખાયો નહી.તપાસ કરતાં ખબર પડી કે કુંભાર તો માટી લેવા નજીકના જંગલમાં ગયો છે.ખેડૂત મનોમન ગાળો બોલે છે કે ક્યાં મરી ગયો હશેકમ-સે-કમ એકવાર તેને જોઇ લીધો હોત તો ભોજન લઇને ખેતરમાં જઇ શકાય.નિયમની પાલના કરવા તે દોડતો જંગતની તરફ દૌટ મુકીને જાય છે.આ બાજુ કુંભારને માટી ખોંદતાં એક તાંબાની હાંડી મળે છે જેની અંદર જાત જાતના રત્નો અને જુના જમાનાના સોનાના સિક્કા ભરેલા હતા.કુંભાર મનમાં વિચાર કરે છે કે જો કોઇ જોઇ જશે તો મુશ્કેલી થશે,આવું વિચારીને તે ખાડામાંથી બહાર આવે છે તે સમયે ખેડૂત દોડતો આવતો દેખાય છે.

ખેડૂતને ખેતરમાં જવાની ઘણી જ ઉતાવળ હોવાથી કુંભારને જોઇને ખેડૂત તરત જ પાછો વળી જાય છે ત્યારે કુંભાર વિચાર કરે છે કે મને જે જાત જાતના રત્નો અને જુના જમાનાના સોનાના સિક્કા ભરેલી હાંડી મળી છે તે ખેડૂતે જોઇ લીધી છે એટલે તે મુસિબત ઉભી કરશે.ખેડૂતને ઉભો રહેવા કુંભાર બૂમો પાડે છે ત્યારે ખેડૂત કહે છે કે બસ જોઇ લીધા..જોઇ લીધા..ત્યારે કુંભાર કહે છે કે ભલે જોઇ લીધું..તો જે કંઇ મળ્યું છે તેમાંથી અડધું તારૂં અને અડધું મારૂં..પણ હવે બીજા કોઇને કહેશો નહી.

ખેડૂત ખેતીવાડીનું કામ પરવારી સાંજે ઘેર આવે છે તો તેને કુંભારને માટી ખોંદતાં પડેલ ખાડામાંથી મળેલ ધનમાંથી અડધું ધન મળે છે તે સમયે ખેડૂત વિચાર કરે છે કે સંતના કહ્યા અનુસાર નિયમ લીધો તો આટલો મોટો ફાયદો થયો તો હંમેશાંના માટે સંત સદગુરૂની આજ્ઞાનું પાલન કરૂં તો કેટલો બધો લાભ થાયઆવો વિચાર કરીને ખેડૂત અને તેનો મિત્ર કુંભાર બંન્ને સંતની શરણાગતિ સ્વીકારી ભગવાનના ભક્ત બની ગયા.

કહેવાનો ભાવ એ છે કે જો અમે દ્રઢતાથી એક ઉદ્દેશ્ય બનાવી લઇએ,કોઇ નિયમ ધારણ કરીએ તો તે અમારી ડૂબતી નાવને ભવસાગરથી પાર કરાવી શકે છે,અમારો આલોક અને પરલોક સુધારે છે.

પરમાત્માની સાથે આ૫ણો સબંધ જોડે તેવા સંત મહાપુરૂષોનો સમાગમ જીવનની કાયાપલટ કરી દે છે.આવા સંતોનો સમાગમ ન મળે તો કુસંગ તો ન જ કરવો પરંતુ અસંગ એટલે સંગ વગરના અથવા એકલા રહી પ્રભુ નામ-સુમિરણનો સહારો લેવાથી લાભ થાય છે,સમય તથા શક્તિ બચી જાય છે.સંત થયા વગર સંતને ઓળખી શકતા નથી કે સંત મળતાં નથી,સંત થવા મનને સુધારવાની જરૂર છે,ભક્તિની જરૂર છે.

બાર વર્ષ સુધી સત્કર્મ નિયમથી થાય તો તે સિદ્ધ થાય છે.મનની ચંચળતા ઓછી થાય છે.મન વચન કર્મથી ભજનનો દ્રઢ નિયમ રાખવો,સદગુરૂ,માતા-પિતા,બંધુ,પતિ..એ સર્વેને પ્રભુ પરમાત્માનું રૂ૫ સમજીને તેમની દ્રઢ સેવા કરવી..આ તમામ પ્રેમ લક્ષણા ભક્તિનાં સાધન છે.નિયમથી ભક્તિ કરે તેને ધીરે ધીરે આનંદ મળે છે અને જે આનંદ મળે છે તે પછી ઓછો થતો નથી.

ભગવાન કહે છે કે તમે એક કામ કરો તો હું તમારૂં રક્ષણ કરીશ.રોજ તમે એક કલાક નિયમપૂર્વક મારાં સેવા સુમિરણ સત્સંગ કરશો તો પછી બાકીના ત્રેવીસ કલાક હું તમારૂં ધ્યાન રાખીશ.

વિનોદભાઇ માછી નિરંકારી

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

Vmm.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *