Gujarat

ધાતરવડી—૨ જળાશયની નીચાણ વાળા વિસ્તારના ગામોના રાજુલા અને જાફરાબાદ તાલુકાના ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના

ધાતરવડી૨ સિંચાઈ યોજનામાં તે જળાશય ડિઝાઇન સ્ટોરેજના ૮૦ ટકા કરતા વધુ સપાટી ભરાયો

ભરત ગંગદેવ

અમરેલીતા.૧3  તા.૦૭/૦૯/૨૦૨૨ના રોજ ૦૭ કલાકે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખાખબાઈ ગામ પાસેની ધાતરવડી નદી ઉપર આવેલા ધાતરવડી૨ સિંચાઈ યોજનામાં તે જળાશય ડિઝાઇન સ્ટોરેજના ૮૦ ટકા કરતા વધુ સપાટી ભરાયો છે. હાલ જળાશયમાં પાણીની આવક ૨,૨૫૮ ક્યુસેક શરુ હોય જેથી ધાતરવડી૨ જળાશયની નીચાણ વાળા વિસ્તારના ગામ લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તથા સાવચેત રહેવા ચેતવણી સહ સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે કેઅમરેલી જિલ્લાના રાજુલા તાલુકના ખાખબાઈહિંડોરણાછતડીયાવડભચાદરધારાનો નેસઉચૈયારામપરા અને કોવાયા અને જાફરાબાદ તાલુકાના લોઠપુર સહિતના  ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *