Gujarat

છોટા ઉદેપુરથી વિદેશી દારૂ ઘુસાડનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો, દારૂની ૬૦ બોટલ જપ્ત

છોટા ઉદેયપુર
છોટા ઉદેપુર જીલ્લો સરહદી જિલ્લો છે. જ્યાંથી અવારનવાર વિદેશી દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે અને પોલીસે આવા ઘૂસણખોરોને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે. છોટા ઉદેપુર એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઇ. હિતેન્દ્રસિંહ રાઉલજી પોતાના સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. ત્યારે તેઓને બાતમી મળતા તેઓએ છોટા ઉદેપુર એસ.ટી.ડેપો ખાતે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન ધાનપુર, દાહોદના રહેવાસી દીપાભાઇ શંકરભાઈ બારીયા કંતાનના કોથળાઓમાં કપડાં સાથે વિદેશી દારૂની બોટલ લઈ જનાર હતા. તેઓને એલ.સી.બી.ના સ્ટાફ દ્વારા ઝડપીને તપાસ કરતા તેઓ પાસેથી વિદેશી દારૂની ૬૦ બોટલ કિંમત રૂ. ૩૧,૫૦૦/- સાથે ઝડપી પાડયો હતો. છોટા ઉદેપુર જીલ્લા એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.એસ.આઇ. હિતેન્દ્રસિંહ રાઉલજીએ આરોપી દિપાભાઈ શંકરભાઈ બારિયાની પૂછપરછ કરતાં આ વિદેશી દારૂ મધ્યપ્રદેશના ભાભરાથી એસ.ટી.બસ મારફતે મોરબી ખાતે છૂટક વેચાણ માટે લઈ જવાનું ખૂલ્યું હતું. હાલ તો એલ.સી.બી.પોલીસે વિદેશી દારૂ સાથે એક જણાની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

File-02-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *