Gujarat

લોકલ ક્રાઇમ બ્રાન્ચે છોટાઉદેપુર દ્વારા જી.યુ.વી.એન.એલ. ગોત્રી પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લાં સાંત વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.  

ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓને સુચના આપેલ જે સબંધે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે જી.યુ.વી.એન.એલ. વડોદરા ગોત્રી પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં. ૭૨૦૧/૨૦૧૫ ઇલેકટ્રીક સીટી એકટ કલમ ૧૩૫ (એ) મુજબના ગુનાના કામે પકડવાનો બાકી આરોપીને છોટાઉદેપુર પેટ્રોલ પંપ ચોકડી પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area

IMG_20220921_214747.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *