Gujarat

ભરૂચ પોલીટેક્નિક કોલેજના પ્રાધ્યાપકોનું પડતર પ્રશ્નોને લઈ વિરોધ પ્રદર્શન

ભરૂચ પોલીટેકનીક કોલેજના પ્રાધ્યાપકોની વિવિધ પડતર માંગણીઓ નહિ સંતોષતા આજથી શૈક્ષણિક કાર્યનો બહિષ્કાર કરી વિરોધ નોંધાવ્યો હતો.
તારીખ-12મી સપ્ટેમ્બરથી રાજયની 16 સરકારી ઈજનેરી કોલેજ અને 33 પોલિટેકનિકના આશરે 4000થી વધુ અધ્યાપકો સોશિયલ મીડિયા મારફતે આંદોલનનો પ્રારંભ કર્યો છે. અધ્યાપકો દ્વારા પોતાના પડતર પ્રશ્નો અંગે જુદા જુદા પ્રકારના પોસ્ટર બનાવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકી વિરોધ નોંધાવ્યો હતો. જેઓ દ્વારા તબક્કાવાર અલગ અલગ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભરૂચ પોલીટેકનિક કોલેજ ખાતે વિવિધ પડતર પ્રશ્નને લઇ અધ્યાપકોએ કાળી પટ્ટી અને કાળ કપડા ધારણ કર્યા બાદ શૈક્ષણિક કાર્યથી અળગા રહી વિરોધ પ્રદર્શન કરી પોતાની માંગણીઓનો તાત્કાલિક નિરાકરણ લાવવા માગ કરી છે.અને તેઓની માંગણીઓ સ્વીકારમાં નહિ આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

IMG-20220924-WA0155.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *