વંથલી શહેર તાલુકા કોંગ્રેસ ના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ભારતીય યુવાઓનાં આદર્શ રાહુલ ગાંધી દ્વારા અપાયેલ આઠ વચનો નાં પ્રચાર પ્રસાર અર્થે જનતા દરબાર માં પહોંચ્યા છે,ગુજરાત કોંગ્રેસ નાં પ્રભારી અને રાજસ્થાન સરકાર ના પૂર્વ આરોગ્ય મંત્રી રઘુ શર્મા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને પ્રદેશ મોવડી મંડળ ની સુચનાનુસાર ચલો બુથ કી ઔર,મારું બુથ મારું ગૌરવ કેમ્પેઇન સફળ બનાવવા પ્રદેશ કોંગ્રેસ અગ્રણી હરીભાઈ કણસાગરા નાં નેતૃત્વમાં વંથલી કોંગ્રેસના શહેર પ્રમુખ ઈરફાન શાહ,તાલુકા પ્રમુખ મનસુખ પાડલીયા,મુકેશ ચોહાણ, શિરાઝ વાઝા,રમેશ વાણવી, હાશમ સાંધ,અજય વાણવી, અદનાન ડામર, રફિકશા સર્વદી, તોશિફ અઝીઝ,કિશન ડોબરીયા સહિત નગર પંચાયત, તાલુકા પંચાયત ના ચુંટાયેલા સભ્યો અને કાર્યકરો દ્વારા વંથલી શહેર અને ગ્રામ્ય વિસ્તાર માં ડોર ટુ ડોર ઘરે ઘરે ફરી રાહુલજી આઠ વચનો થી વાકેફ કર્યા હતા અને મોંઘવારી, બેરોજગારી,અને વિવિધ આંદોલનો થી પ્રજા ત્રસ્ત બની હોય આ વખતે કોંગ્રેસ નાં સમર્થન માં મત આપવા મતદારો ને ભાવ પુર્વક અપીલ કરી હતી
ગુજરાત રાજ્યમાં ટુંક સમયમાં આવી રહેલ વિધાનસભા ચુંટણી અનુલક્ષી ને વિવિધ પક્ષો દ્વારા ચુંટણી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે ત્યારે વંથલી કોંગ્રેસ નાં પદાધિકારીઓ પક્ષના કાર્યકરો દ્વારા ચુંટણી પ્રચાર નાં શ્રી ગણેશ કરી વંથલી ખાતે જન સંપર્ક કાર્યાલય પણ ચાલુ કરી દેતા મતદારો માં કોંગ્રેસ પ્રત્યેનો ઉત્સાહ બમણો બન્યો હોવાનું દેખાય રહ્યું છે.
અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી


