જુનાગઢ જિલ્લાના માણાવદર ના વતની અને કડવા પટેલ સમાજના અગ્રણી સાથે સાથે માણાવદર વંથલી, મેંદરડાના કોંગ્રેસપક્ષના સક્રિય કાર્યકર અને સંગઠનના પાયાના પથ્થર એવા હરિભાઈ કણસાગરા કે જેઓ ઘણી સંસ્થા અને સમાજ સાથે પોતાનો સતત સહયોગ રહ્યો છે. પોતાનું ગામ હોય કે જુનાગઢ જિલ્લો હોય સમાજ માટે કલ્યાણકારી કામગીરી સંપૂર્ણપણે નિષ્ઠાથી નિભાવી અને પોતે કોંગ્રેસ પક્ષને કાયમી માટે સચોટ દિશા તરફ લઈ જવા સતત પ્રયત્નો સાથે પાર્ટીને વફાદાર રહી કામગીરી કરેલ હોય ત્યારે AICC માંથી ડેલિકેટ તરીકે નિમણૂક થતા માણાવદર વંથલી અને મેંદરડા વિસ્તારના કોંગ્રેસી આગેવાનો અને હોદ્દેદારો દ્વારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી


