Gujarat

ડીસામાં ઓપીએસ મામલે શિક્ષકોનો સરકાર વિરૂધ સહી ઝુંબેશ કરી સૂત્રોચાર કર્યા

ડીસા
સરકારે શિક્ષકોની માંગણીઓ સ્વીકાર્યા બાદ પણ શિક્ષકોનું આંદોલન હજુ પણ ચાલુ છે. ૨૦૦૫ પછીના પણ તમામ શિક્ષકોને પપીએસ આપવાની માંગ સાથે ડીસામાં શિક્ષકોએ સહી ઝુંબેશ કરી રજૂઆત કરી હતી અને સરકાર માંગણીઓ નહીં સ્વીકારે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ડીસા શહેર સમગ્ર બનાસકાંઠા જિલ્લાના શિક્ષકોએ વિવિધ પડતર માગણીઓને લઈને આંદોલન શરૂ કર્યું હતું. જાે કે સરકારે તેમની કેટલીક માંગણીઓ સ્વીકારી છે, પરંતુ ૨૦૦૫ પછીના શિક્ષકોની ઓપીએસ આપવાની વાત નકારી હતી. જેને લઇ ડીસાના સાઈબાબા મંદિર ખાતે શિક્ષકોએ વિરોધ દર્શાવ્યો હતો. શિક્ષકોએ સરકાર વિરોધી સહી ઝુંબેશ કરી હતી અને ઓપીએસ લેકે રહેંગે સહિત સરકાર વિરોધી સૂત્રોચાર કર્યા હતા. રાજ્યસંઘના પ્રમુખો અને મંત્રીઓ પણ સરકાર ની વાત માની સરકાર સાથે ભળી જતા શિક્ષકોએ તેમની સામે પણ બળાપો કાઢ્યો હતો અને જણાવ્યું હતું કે જાે સરકાર શિક્ષકોની માંગણીઓ નહીં સ્વીકારે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *