ગાંધીધામ
પૂર્વ કચ્છ એલસીબીએ તુણા-કિડાણાથી રામપર વચ્ચે જતી ગેટકો કંપનીના વીજપોલમાંથી કેબલ ચોરી કરનાર ચાર તસ્કરોને એલસીબીએ પકડી લઇ તેમની પાસેથી કેબલ ઓગાળી બનાવેલી રૂપિયા ૯૬ હજારની કિંમતની ૨૪ પ્લેટો કબજે કરી ભેદ ઉકેલી લીધો હતો. બાતમીના આધારે આ ચોરીને અંજામ આપનાર વરનોરાના અબુબકર જુસબ ગગડા, સલીમ સુમાર મેર, ભુજના ફારૂક ઇલિયાસ કુંભાર અને અંજારના ફકીરમામદ ખમીશા કુંભારને અંજારના દબડા બાયપાસ રોડ ઉપરથી પકડી લઇ તેમની પાસેથી રૂપિયા ૯૬,૦૦૦ની કિંમતની ચોરાઉ એલ્યુમિનિયમ કેબલ ગાળી બનાવાયેલી ૨૪ પ્લેટો કબજે કરી વધુ તપાસ માટે કંડલા મરિન પોલીસને સોંપાયા હતાં.


