ભારત સરકારશ્રીના સાંસ્કૃતિક હસ્તકનાં રાજા રામમોહન રોય, લાઇબ્રેરી ફાઉન્ડેશન કલકત્તા તેમજ રાજ્ય સરકારશ્રીના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગનાં ગ્રંથાલય ખાતુ ગાંધીનગરના ગ્રંથાલય નિયામકશ્રી, ડો.પંકજ ગૌસ્વામી અને મદદનીશ ગ્રંથાલય નિયામકશ્રી ભાવનગર આર.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ સરકારી જિલ્લા પુસ્તકાલય ખાતે ૨૪/૦૯/૨૦૨૨ના રોજ રાજા રામમોહન રોયની ૨૫૦મી જન્મ જયંતી નિમિતે સ્ત્રી સશક્તિકરણની ૨૦૦ વિદ્યાર્થીનીઓની રેલી કે.જી.ચૌહાણ સ્કુલથી અક્ષરમંદિર સુધી નીકાળવામાં આવી હતી. આ રેલીને જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર શ્રીમતિ ગીતાબેન પરમાર અને જિલ્લા યુવા વિકાસ અધિકારશ્રી નીતાબેન વાળા રેલીને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ કાર્યક્રમમાં અંધજન મંડળ જૂનાગઢના બાળાઓએ નૃત્ય કરી લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તેમજ શ્રીરાજા રામમોહન રોય દ્વારા કરેલા મહત્વના પૈકી સતી પ્રથા, બાળ લગ્ન, વિધવા પુન:લગ્ન, સ્ત્રીનાં શિક્ષણનો હક જેવા અગત્યના આબેહુબ પ્લોટ તૈયાર કરવામાં આવ્યા હતા. વેશભુષામાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મી, કલ્પના ચાવલા, ઝાંસીની રાણી, ક્રિકેટર, મધર ટેરેસા, ભારતમાતા, તેમજ વિદ્યાર્થીઓ દ્વારા મિલેટ્રી અને ડોકટરના ડ્રેશ પહેરીને કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં રાજ્ય મધ્યસ્થ ગ્રંથાલય ગ્રંથપાલ શ્રી જે.કે.ચૌધરી, વડોદરા, મદદનીશ ગ્રંથપાલ નિયામકશ્રી ભાવનગર શ્રી આર.ડી.પરમાર તથા કે.જી.ચૌહાણ સ્કુલના આચાર્ય શ્રીમતિ રમાબેન ઉપસ્થિત રહ્યા હતા.
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તા.૧૫/૦૮/૨૦૨૧ થી ૧૫/૦૮/૨૦૨૨ સુધી સરકારી જિલ્લા પુસ્તકાલય જૂનાગઢમાં કુલ ૧૫ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. જેના લીધે મહાનગરપાલિકા જૂનાગઢ મેયર શ્રીમતિ ગીતાબેન પરમાર દ્વારા સરકારી જિલ્લા પુસ્તકાલય જૂનાગઢને સન્માનપત્ર આપવામા આવ્યા છે. સમગ્ર કાર્યક્મનું સંચાલન ગ્રંથપાલશ્રી મહેશભાઇ પરમાર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.


