નવલા નોરતાનો આજથી પ્રારંભ થયો છે ત્યારે આ મહોત્સવ દરમિયાન સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે ચુસ્ત અને સઘન પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે.
ખાસ કરીને જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટીએ સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ નિયત કરાયેલ સમય મર્યાદા એટલે કે રાત્રિના ૧૨ કલાક બાદ લાઉડ સ્પીકરનો ઉપયોગ સંબંધે આવતી ફરિયાદ નિવારણ માટે પોલીસ અધિકારીઓ અને ફરિયાદ નોંધાવવા માટેના ફોન નંબર જાહેર કર્યા છે.
પ્રાચીન-અર્વાચીન કે કોઈપણ ગરબાના આયોજકો રાત્રિના ૧૨.૦૦ વાગ્યા સુધી લાઉડસ લાઉડ સ્પીકર વગાડી શકશે. આ જોગવાઈના ઉલ્લંઘન માટે આવેલી ફરિયાદના નિવારણ માટે શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એમ વાઢેર (પી.એસ.ઓ. નં. ૦૨૮૫-૨૬૫૫૭૭૮ ), બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન. એ. શાહ,(પી.એસ.ઓ. નં.૦૨૮૫-૨૬૫૩૩૨૨ ), સી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે. એમ. વાળા, (પી.એસ.ઓ. નં. ૦૨૮૫-૨૬૭૩૫૪૪ ),ભવનાથ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ. સી. ચુડાસમા(પી.એસ.ઓ. નં. ૦૨૮૫-૨૬૫૫૭૭૮ ), જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પી.વી. ધોકડિયા (પી.એસ.ઓ. નં. ૦૨૮૫-૨૬૬૧૬૬૬ )આ ઉપરાંત ઉપરોક્ત બાબતની ફરિયાદના નિવારણ લાવવા માટે જૂનાગઢ જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ નં. ૦૨૮૫-૨૬૩૦૬૦૩, ૨૬૩૨૩૭૩, ૧૦૦ પર સંપર્ક કરી શકાશે.
