ઊના – ઉના ગીરગઢડા કોંગ્રેસ સમીતી દ્રારા ટાવર ચોક ખાતે સાત સપ્તાહ સાત સોમવાર સત્યાગ્રહના કાર્યક્રમના માધ્યમ દ્રારા ત્રીજા સોમવારે ધારાસભ્ય પુંજાભાઇ વંશે જણાવેલ કે ગુજરાતમાં મોંધવારીએ માંજા મુકી છે. ત્યારે પ્રજાપણ ત્રસ્ત થઇ પીસાઇ રહી હોય તેના માટે આજે સત્યાગ્રહ છાવણીમાં સવારથી સાંજે પાંચ વાગ્યા સુધી બેઠી ઉપવાસ આંદોલન કરેલ અને ડિઝલ પેટ્રોલ તેમજ જીવન જરૂરીયાત ચિજવસ્તુઓમાં ભાવ વધારો થયો છે તેના કારણે લોકો ત્રાહીમામ પુકારી ગઇ છે. અને આજે ટાવર ચોક ખાતે પેટ્રોલ ડિઝલ મફત આપીશુ. તેમજ અહીં સીંગતેલ મફત આપીશુ તેવા પોસ્ટર મુકવમાં આવેલ અને રસ્તા પરથી પસાર થતા લોકોની બાઇકોમાં બે ચમચી પેટ્રોલ નાખવામાં આવેલ તેમજ જીવન જરૂરીયાત તેલનું વિતરણ કરી મોંધવારી મુદે વિરોધ કરેલ હતો. આ તકે ધારાસભ્ય પુંજાભાઇ વંશ, સરપંચો, હોદેદારો મહીલા સરપંચો, કાર્યકરો સહીતના ઉપસ્થિત રહી મોંઘવારી મુદે સાત સપ્તાહ સાતના ત્રીજા સોમવારે ઉપવાસ પર બેઠી આંદોલન કરવામાં આવેલ.


