ખેડૂતોમાંના તૈયાર થયેલ મગફળી પાકને નુકસાન…નવરાત્રીના આયોજકો તેમજ ખેલૈયાઓમાં ચિંતા..
ઉના પંથકમાં મેઘરાજાએ છેલ્લા ઘણા દિવસથી વિરામ લીધા બાદ આજે સવારે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અને આકાશમાં કાળા ડિંબાગ વાદળો ઘેરાઈ ગયેલ હતા. અને અચાનકજ પેલા નોરતે મેધરાજાએ ભારે પવન સાથે ધમાકેદાર એન્ટ્રી કરતા નવરાત્રીમાં ગરબાના આયોજકો તેમજ ખેલૈયા ઓમાં ચિંતા જોવા મળી હતી. તો બીજી તરફ આજે પ્રથમ નોરતાના દિવસે ખેડૂતો પોતાનાં ખેતરમાં મગફળીના તૈયાર થયેલ પાકને કાઢવા માટેનું મુહર્ત કરવાની તૈયારી કરતા હતા. પરંતું અચાનક મેઘરાજાએ ધોધમાર હેત વરસાવતા ખેડુતોને વરસાદના કારણે મગફળી, બાજરી, સોયાબીન, શાકભાજી પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.
ઉના શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારના સામતેર, ગરાળ, કાણકબરડા સહીતના ગામોમા અડધો કલાકમાં એક ઈંચ વરસાદ વરસી ગયેલ હતો. જોકે એક કલાક દરમ્યાન એક ઈંચથી વધુ વરસાદ ખાબકી ગયેલ હતો. ભારે વરસાદને પગલે શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અને થોડીવારમાં શહેરી વિસ્તારો પાણીમય બની ગયેલ હતા.


