Gujarat

જૂનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય ખાતે ૬૪ માં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી થશે

 સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ ખાતે ૬૪ માં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરાશે. તા. ૨/૧૦/૨૦૨૨ થી તા.  ૮/૧૦/૨૦૨૨ સુધી વિવિધ સ્પર્ધા તેમજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. ૬૮  માં વન્ય પ્રાણી સપ્તાહ દરમિયાન પ્રાણી સંગ્રહાલના મુલાકાતીઓને પગપાળા મુલાકાત માટે વિનામૂલ્ય પ્રવેશ પણ આપવામાં આવશે.

તા. ૨ ઓક્ટોબરના રોજ સવારે 9:30 કલાકથી કાર્યક્રમનો પ્રારંભ થશે. સવારે  ૧૦ કલાકે કીપર ટોક/ ઝૂને જાણીએ કાર્યક્રમ યોજાશે.તા. ૩ ઓક્ટોબર ના રોજ સવારે ૯-૩૦  થી વિભાગ -૧ માં  ધોરણ ૫ થી ૯ (મને ગમતું વન્ય પ્રાણી /પક્ષી) વિભાગ – ૨ માં  ધોરણ ૧૦ થી ૧૨ (મારી નજરે પ્રાણીસંગ્રહાલય, વાયુ – જળ- જમીન પ્રદૂષણ) વિભાગ ૩ (ઓપન) (પ્રકૃતિ, ક્લાયમેટ ચેન્જ,જૈવ  વિવિધતા, વન્યપ્રાણી અને માનવ વચ્ચે ઘર્ષણ સંઘર્ષ), તા. ૪ ઓક્ટોબરના રોજ ઝૂ દ્વારા જૂનાગઢ શહેરની શાળા કોલેજોમાં સેમિનાર યોજાશે.તા. ૫ ઓક્ટોબરના રોજ સવારે ૮  કલાકથી  વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી સ્પર્ધા યોજાશે.તા. ૬ ના રોજ સવારે ૯-૩૦  કલાકે ધોરણ ૫  થી ૯ના વિદ્યાર્થીઓ માટે ક્વિઝ સ્પર્ધા યોજાશે.તા. ૭ ઓક્ટોબરના રોજ સવારે ૯ કલાક  થી પ્રાણીસંગ્રહાલયની વિશેષ મુલાકાત અને તા. ૮ ઓક્ટોબરના રોજ ઇનામ વિતરણ સપ્તાહ સમાપન યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *